Abtak Media Google News

દુબઇ જતા હોવાથી ડો.ટીપનીશને અખબારમાં જાહેરાત આપી હતી. માટે તેમના દર્દીઓને ધક્કો ન થાય પરંતુ ભાવનગરના તબીબ દિવાળીનાં દિવસોમાં વિદેશ ફરવા જતા તસ્કરો ઘરે પહોંચી સર્જરી કરી ગયા અને બંધ મકાનમાં તાળા તોડી રૂ.૭.૯૫ લાખનું ઓ.પી.ડી. કરી ડોક્ટરના ઘરથી ફરાર થઇ ગયા ચોરો, પરિવારજનો સાથે વિદેશથી પરત આવતા ઘરમાંથી તસ્કરી થયાનું જાણવા મળતો તેમણે પોલીસને જાણ કરી.

શહેરના કાળુભા રોડ પર ક્લિનીક ધરાવતા વાઘાવાડી રોડ પર આવેલ લોક રેસીડેન્સીમાં ત્રીજા માળે રહેતા ડો.અતુલ ટીપનીશ પરિવારજનો સાથે વિદેશ યાત્રા માટે ગયા. તબીબ પોતે વિદેશ જતા હોવાથી દર્દીઓને મળી શકશે નહીં આ માટેની જાણ કરવા તેમણે અખબારમાં જાહેરાત આપી અને ચોરોને મહેમાનગતિ કરવા આમંત્રણ આપ્યુ. જો કે પોલીસે ફરિયાદ તો નોંધી પરંતુ વડા પ્રધાન મોદીના બંદોબસ્તમાં પોલીસ ખૂબ જ વ્યસ્ત હતી. બસ મળી ગઇ ચોરોને છટકબારી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.