Abtak Media Google News

ત્રીજી ટર્મ માટે વિનોદભાઈ ચાવડા પર  કળશ  ઢોળાતા મતદારોમાં  હરખ: ઠેર ઠેર આવકાર

લોકસભા ચુટણી ના પડઘમ વાગી ચૂક્યા છે, ઠેર-ઠેર કાર્યકર મિટિંગો, ચુટણીમાં જંગી મતોની લીડ સાથે વિજયી બનવા રણતિનીઓ ઘડાઈ રહી છે, ત્યારે ગુજરાત ભાજપ ના 15 ઉમેદવારોની યાદી પ્રસિધ્ધ થયેલ છે, કચ્છમાં ત્રીજી ટર્મ માટે જાગૃત અને લોકસેવા ભેખધારી   વિનોદભાઇ ચાવડા ને ટિકિટ મળતા કચ્છ મોરબીની જાગૃત  જનતા અને કાર્યકરો ઉત્સાહ માં થનગની રહ્યા છે, વર્તમાન સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી  વિનોદભાઇ ચાવડા નું નામ જાહેર થતાંજ પ્રચાર – પ્રસાર તથા ઈસ્ટ – દેવો વડીલોના આર્શિવાર્દ મેળવી પ્રચાર કાર્યનો આરંભ કરેલ છે,

T2 20

હર-હર મહાદેવની ગુંજ સાથે ભવ્ય રેલી પ્રસ્થાન માં તેમની સાથે ભુજ વિધાનસભા ધારાસભ્ય  કેશુભાઈ પટેલ, ભુજ નગર પાલિકા અધ્યક્ષા   રશ્મિબેન સોલંકી, કાર્યકરો, આગેવાનો અને ધર્મપ્રેમી નગરજનો જોડાયા હતા, હાટકેશ્વર મહાદેવ, રામેશ્વર મહાદેવ, ચાંગલેશ્વર મહાદેવ ના દર્શન કર્યા હતા. મુંદ્રા તાલુકાનાં લૂણી ગામે પ.પૂ. શ્રી લૂંણગદેવની પાવન ભૂમિ પર ગૌરી નંદન  શ્રી ગણેશજી ના આર્શિવાર્દ મેળવ્યા હતા શ્રી અખિલ કચ્છ ગણેશ સેવક મંડળ, ટ્રસ્ટી  આગેવાનો ઉપસ્થિત હતા,  માંડવી સત્સતં આશ્રમ ખાતે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના આશિષ મેળવ્યા હતા, માંડવી ભાજપા પ્રમુખ  દેવાંગભાઈ દવે, નગરપાલિકા અધ્યક્ષ   હરેશભાઈ વીંઝોડા  ક.વી,ઓ. જૈન મહાજન – ભુજ ના પ્રમુખ  જિગરભાઈ છેડા, સહ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.

રાપર મોમાય મોરા માતાજી, ચિત્રોડ પૂ. સંતશ્રી ત્રિકમ , અને મંદિર ગાદીપતિ, શ્રી આત્મહંસ સાહેબ ના દર્શન કર્યા હતા, રવિભાણ સંપ્રદાય દરિયા સ્થાન સંતશ્રી ત્રિકમ સાહેબ સમાધિ સ્થળના દર્શન, માનવ ધર્મ પ્રસાર આશ્રમ દર્શન સમયે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા સાથે ઉપસ્થિત રહ્યા હતા, ગુરુવારે મોરબી – માળીયા ભાજપા યુવા મોરચા દ્વારા ભવ્ય બાઇક રેલી નું આયોજન થયેલ મોરબી ધારાસભ્ય  કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ  રણછોડભાઈ દલવાડી, જીલ્લા – તાલુકા – શહેર ના મંડળના હોદેદારો – કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.