Abtak Media Google News

શાંતિ ને વિકાસ માટે જીવનભર સંઘર્ષ કરનારા હોસની મુબારકને આરબ દેશોમાં પ્રભાવશાળી બનેલા ઈસ્લામિક કટ્ટરવાદી તત્વોએ વિગ્રહ કરીને સત્તા ભ્રષ્ટ કરેલા

ઉત્તર આફ્રિકાના ઐતિહાસીક દેશ ઈજિપ્તના લોકપ્રિય નેતા અને દાયકાઓ સુધી લોકશાહીજીવંત રાખવા સંઘર્ષ કરનારા નેતા હોશની મુબારકે ગઈકાલે ૯૧ વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી હતી ઈજિપ્તમાં આશરે ૩૦ વર્ષ સુધી રાષ્ટ્રપતિપદ ભોગવનારા હોશની મુબારક તેમના શાંતિ અને પ્રગતિની આધુનિક વિચારધારાના કારણે મધ્ય એશિયાના મુસ્લિમ દેશોમાં શાંતિદૂત તરીકે જાણીતા થયા હતા શાસનકાળ દરમ્યાન ઈસ્લામિક કટ્ટરવાદી તથા ઈઝરાયેલ સાથે થયે સંઘર્ષનાં કારણે હોશની મુબારકે તેમના દેશમાં આગવી લોકચાહના ઉભી કરી હતી આજ ઈસ્લામિક કટ્ટરવાદીઓએ તેમની અમે ચલાવેલા વિગ્રહ બાદ તેમને ૨૦૧૧માં સત્તા છોડવી પડી હતી તેમની સામે વિરોધ પ્રદર્શનો દરમ્યાન હત્યા કરવાનાકેસો પણ નોંધાયા બાદ છ વર્ષની જેલ સજા પણ ભોગવી પડી હતી.

Advertisement

ભારતની જેમ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતા દેશ ઈજિપ્તનો હંમેશાથી મધ્ય એશિયાનાં દેશોમાં દબદબો રહ્યો છે. ઈતિહાસમાં મિશ્ર તરીકે ઓળખાતા પિરામીડોનો આ દેશ વિશ્ર્વભરનાં પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. ઉત્તર આફ્રિકામાં આવેલા ઈજિપ્તના વિકાસમાં દુનિયાની સૌથી લાંબી ગણાતી નાઈલ નદીએ મહ્ત્વનો ભાગ ભજવ્યો પેસીફીક અને ભુમીદળ સમુદ્રને જોડતી નાઈલ નદી પરની બનેલી સુએઝ કેનાલ દ્વારા ઈજિપ્તનાં આધુનિક વિકાસના દ્વાર ખૂલી જવા પામ્યા હતા. બીજા મુસ્લિમ બહુમત દેશોમાં વિગ્રહ ચાલતો હતો ત્યારે શાંતિદૂત તરીકે જાણીતા બનેલા રાષ્ટ્રપતિ હોશની મુબારકે તેમના દેશમાં ઈસ્લામિક કટ્ટરવાદી તત્વો સામે લડત ચલાવીને ફાવવા દીધા ન હતા.

Admin 2

હોસની મુબારક ટયુનિશીયન ક્રાંતિના પ્રભાવમાં હતા. સોશ્યલ મીડીયા અને ટેકનોલોજીનાં મુદા સાથે આક્રમક રાજદ્વારી નેતા તરીકે ઉભરી આવ્યા હતા. દેખાવકારો સાથે આકરી લશ્કરી કાર્યવાહી અને ફેબ્રુ.૨૦૧૧માં તેમણે બળપ્રયોગ કર્યો હતો. તેમણે દેશનું સુકાન સંભાળી રાજકીય વ્યવસ્થામાં પરિવર્તનની પહેલ કરી હતી મુબારકે ટયુનિશિયાના રાષ્ટ્રપતિને તાબે કરીને અરબ જગતમાં ડંકો વગાડી દીધો હતો. તે અરબ જગતના એકમાત્ર એવા નેતા હતા કે તેમને આંદોલન કાર્યો સામે કડક હાથે કામ કર્યું હતુ તેમના પૂર્વ સંરક્ષણ અધિકારીને જૂન ૨૦૧૨માં ૧૮ દિવસના આંદોલન દરમિયાન ૯૦૦ દેખાવકારોને મોતને ઘાટ ઉતારવા બદલ આજીવન કારાવાસની સજા આપી હતી. ૨૦૧૧ અને ૨૦૧૪માં ઉચ્ચ અદાલતોમાં આ મુકદમો ચાલ્યો હતો.

અરબ જગતના ઈસ્લામિક કટ્ટરવાદી તત્વોએ ઈજિપ્તમાં કરેલા બળવાનાં કારણે થયેલા આંતરવિગ્રહમાં સત્તા ગુમાવ્યા બાદ હોશની મુબારકને તેમની સામે નોંધાયેલા કેસો બદલ છ વર્ષ જેલમાં કાપવા પડયા હતા. થોડા વર્ષો પહેલા તેઓને જામીન મળી જતા તેઓ જેલમુકત થયા હતા દરમ્યાન તેમની નાદુરસ્ત તબીયતને લઈને તેમના પર તાજેતરમાં સર્જરી કરવામાં આવી હતી. જે બાદ તેમની તબીયત સતત લથડી રહી હતી. ગઈકાલે તેમને અંતિમશ્ર્વાસ લઈને દુનિયાને અલવિદા કહી દીધી હતી. હોશની મુબારકના નિધને આરબ દેશોમાં ઈસ્લામિક કટ્ટરવાદીઓ સામે ઝઝુમનારા લોકપ્રિય નેતાની ખોટ ઉભી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.