Abtak Media Google News

મુંબઈ ટિફિન બોક્સ સપ્લાય એસો.ના રામદાસ કરવંદે અને રિતેશ આંદરેની અબતક મિડીયા હાઉસની શુભેચ્છા મુલાકાત: સુવ્યવસ્થિત સપ્લાય ચેઈનની  વિગતો વર્ણવી

ગુજરાતીઓની ગરમ ભોજનની આદત ડબ્બા વાળા ની મદદથી જળવાઈ રહે છે વરસાદ ગરમી કે શિયાળાની ટાઢમાં પણ ટ્રેન અને સાયકલ ના ઉપયોગથી ત્રણ કલાકમાં જ રસોડાથી ઓફિસ સુધી ટિફિન પહોંચાડવાની આ અદભુત સેવા એક અભણે શરૂ કરી હતી

મુંબઈને માયાવી નગરી કહેવામાં આવે છે સવારથી સાંજ સુધી સતત ધમધમતી અને 24 કલાક જાગતી રહેતી મુંબઈ નગરી માં ઘર પરિવાર લાગણી ઘરનું જમવાનું અને કમાણી સાથે સાથે આરોગ્યની જાળવણી રાખવી એ બાબત અઘરી ગણવામાં આવે છે પરંતુ દેશ જ નહીં દુનિયા માટે મુંબઈની ડબ્બા વાલા ની ટિફિન સેવા માસ્ટર ઓફ મેનેજમેન્ટ નું અદભુત ઉદાહરણ બની ગયું છે મુંબઈના 5000 ડબ્બા વાળા દરરોજ બે લાખ લોકોને ગરમાગરમ ટિફિન પહોંચાડવાની જે વ્યવસ્થા કરે છે તે અદભુત છે મુંબઈના ડબ્બાવાલા ની ટિફિન સેવા ની વ્યવસ્થા એક વખત જોવા જેવી છે આ વ્યવસ્થાની વિશ્વના મેનેજમેન્ટ ગુરુઓએ પણ નોંધ લીધી છે

અડીચૂક જવાબદારી ભરી અને સમયસર ઘરથી ટિફિન લઇ ઓફિસ સુધી પહોંચાડવુંએ નાની સુની વાત નથીમુંબઈની લાઈફલાઈન જેવી બની ગયેલી ડબ્બા વાલા ટિફિન સેવા માં લાખો ટિફિનની અવરજવરમાં જવલે જ ક્યારેક એક બે ટિફિન આડાઅવળા થાય છે બાકી સમયસર ગરમાગરમ ટિફિન ઘરથી ઓફિસ સુધી અચૂક પહોંચી જાય છે તેમ મુંબઈ ડબાવાલા એસો.ના પ્રવક્તા રિતેશ આંદરેએ જણાવ્યું હતું.

ઘરના રસોડામાં મા બેન દીકરીએ બનાવેલું ગરમાગરમ ભોજન જ્યાં ઘરના સભ્યો કામે ગયા હોય ત્યાં સમયસર પહોંચાડી દેવાની આ સેવા નું નામ એટલે ડબ્બા વાલા મુંબઈમાં તમે બપોરના સમયે ટ્રેન કે પગ પાડે મુસાફરી કરતા હો ત્યારે તમને કોઈ સફેદ કલરનું પેન્ટ શર્ટ માથા પર સફેદ કલરની ટોપી અને માથે ટિફિન નું ભારણ હોય એટલે તમારે સમજી જવું કે આ ડબ્બા વાલા સેવાના જ સભ્ય હશે મુંબઈમાં ડબ્બાવાલા ની એક આગવી ઓળખ ઊભી થઈ છે

સવારે 9:30 વાગ્યાથી 12:30 વાગ્યા સુધીમાં એટલે કે ગણતરીની મિનિટોમાં જ મુંબઈના એક છેડેથી બીજા છેડે કોઈપણ પ્રકારની ટેકનોલોજી સંસાધનો વગર ટ્રેન અને સાયકલના માધ્યમ અને ટાઇમ મેનેજમેન્ટ થી ડબ્બા વાલા બે લાખથી વધુ ટિફિનો નિશ્ચિત જગ્યાએ પહોંચાડી દે છે આ વ્યવસ્થામાં જોડાયેલા 5000 થી વધુ લોકો જે ચીવટ અને વ્યવસ્થાથી કામ કરે છે તેમાં ક્યારેય પણ ભૂલ થતી નથી જોવલે ક્યારેક એકાદ બે ટિફિન આડાઅવળા થતા હશે બાકી બધું વેલ મેનેજ ચાલે છે. મુંબઈ ટિફિન બોક્સ સપ્લાયર ના પ્રમુખ રામદાસ કરવદે અને પ્રવક્તા રિતેશ શાંતારામ આંદરે અબતકના આંગણે આવ્યા હતા અદભુત વ્યવસ્થા અંગે તેમણે પોરસ સાથે જણાવ્યું હતું કે મુંબઈમાં મોટાભાગના ગુજરાતીઓ વસે છે અને તેમાં લગભગ તમામ ગુજરાતીઓ ડબ્બા વાલા ની સેવા લે છે

5000 લોકોની આ ટીમ માં મોટાભાગે મહારાષ્ટ્રીયન છે જુજ ડબ્બા વાલા ગુજરાતી હશે ડબ્બા વાલા ક્યારેય વાહનનો ઉપયોગ કરતા નથી ટિફિન જ્યાંથી લેવાનું હોય ત્યાંથી પહોંચાડવાની જગ્યાએ લોકલ ટ્રેન નો ઉપયોગ કરે છે ટાઈમ મેનેજમેન્ટ મુજબ ચાલતી ડબ્બા વાલા ની આ સેવા ટ્રેન નીચે ઉતરીને ડબ્બા વાલા કાં તો સાયકલ અથવા તો પગ પાડે ઓફિસ કે કર્મચારી જ્યાં કામ કરતા હોય ત્યાં ટિફિન પહોંચાડી દે છે આ ટિફિન વ્યવસ્થામાં કલર કોડ નું નેટવર્ક ગોઠવાયેલું છે ક્યારે આ વ્યવસ્થામાં ગરબડ થતી નથી ચોમાસુ ઉનાળો કે શિયાળો રૂત ભલે ફરે પણ ડબ્બા વાલા ની સેવા અફર રહે છે

આધુનિક વિશ્વમાં મેનેજમેન્ટ ગુરુઓ માટે મુંબઈની આ ડબ્બાવાલા સર્વિસ અદભુત ઉદાહરણ બની રહી છે મુંબઈના કોઈપણ વિસ્તારમાં જઈને ટિફિન પહોંચાડવાની આ સેવા 130 વર્ષ પહેલા એટલે કે 1890 માં સંપૂર્ણપણે અભણ વ્યક્તિ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને આજની તારીખે આધુનિક ટેકનોલોજીના અને ઝડપી પરિવહનના યુગમાં પણ એ જ પદ્ધતિથી ચાલતી આ સેવામાં દિવસે અને દિવસે વધુમાં વધુ લોકો કામ માટે અને કામ લેવા માટે જોડાઈ રહ્યા છે

આ અંગે આત્મીય યુનિવર્સિટીના ડો.વિશાલ ખાસગીવાલા, જીતેશ રાઠોડ દ્વારા મુલાકાત જણાવ્યું હતું કે મુંબઈની ડબ્બાવાલા ટિફિન સેવા 120 થી 180 મિનિટમાં જ ₹2, ટિફિન એક જગ્યાએથી નિશ્ચિત જગ્યાએ કેવી રીતે પહોંચે છે લોજિસ્ટિક સિસ્ટમની એક વ્યવસ્થિત મેનેજમેન્ટ સ્કિલ નું વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે જે જીવનમાં ડગલેને પગલે ઉપયોગી થશે કોઈપણ કામ સમયસર થાય તેનું જ મૂલ્ય હોય છે તે ડબ્બા વાલા સેવા માંથી શીખવાનું છે  ,

મુંબઈની આ ટિફિન સેવા માં 100 ટકા ચોકસાઈ રહે છે કલર કોડિંગ સિસ્ટમ થી ચાલતી આ સેવાને અત્યાર સુધી છ જેટલા સિગ્મા પ્રમાણપત્રો એનાયત થયા છે ભારતની આ અદભુત વ્યવસ્થા ને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે ખૂબ જ ખૂબ જ ઓછા સમય માટે ઉભી રહેતી લોકલ ટ્રેનોમાં થી કોઈપણ ભૂલ વગર ડબ્બા ચડાવવા ઉતરાવવામાં ક્યારેય ભૂલ થતી નથી અને સુંદર મેનેજમેન્ટ થાય છે

રાજકોટના હજારો વિદ્યાર્થીઓને આ મેનેજમેન્ટ સ્કિલ સમજમાં આવે તે માટે આત્મી યુનિવર્સિટી દ્વારા યોજનારા પરિષવાદનો લાભ દરેકે લેવા જેવો છે, પ.પૂ.ત્યાગવલ્લભ સ્વામીજીના માર્ગદર્શન હેઠળ આત્મીય યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.શિવ ત્રિપાઠી, પ્રો.વાઈસ ચાન્સેલર જયેશ દેશકર તેમજ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના ડિન ડો.વિશાલ ખાસગીવાલાના માર્ગદર્શન હેઠળ ડબ્બા વાલા ટિફિન મેનેજમેન્ટ ની જાણકારી માટે નો પરી સવાદ નું આયોજન કરવામાં આવ્યું છે.

પાંચ દિવસની ટ્રેનિંગ નવા આવનારને પણ સ્માર્ટ ડબ્બાવાળા બનાવી દે છે

મુંબઈ ડંબા વાલા સર્વિસ માં અનેક લોકો નવા જોડાય છે નવા આવનારને પાંચ દિવસની ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે તેમાં પ્રથમ દિવસે સૌને ડબ્બા ના કલર કોડ ની માહિતી અને સમજણ આપવામાં આવે છે બીજા દિવસે ગ્રાહકને કહેવામાં આવે છે કે તે આવનાર વ્યક્તિ સાથે તેનાથી જાણી શકાય કે નવી વ્યક્તિ માં પરિસ્થિતિને થારે પાડવાની કેટલી આવડત છે આમ પાંચ દિવસની ટ્રેનિંગમાં જ કોઈપણ નવો વ્યક્તિ સ્માર્ટ ડબ્બા વાલા બની જાય છે

સપ્લાય ચેનની વ્યવસ્થા માટે ડબ્બા વાલા આત્મીય યુનિવર્સિટીના આઠ હજાર વિદ્યાર્થીઓને શીખવશે મેનેજમેન્ટના પાઠ

ટેકનોલોજી વેપાર ઉદ્યોગ અને વિકાસના યુગમાં મેનેજમેન્ટ ફંડા સૌથી અગત્યનું છે ત્યારે સંપૂર્ણપણે કોઠાસૂઝથી કોઈપણ પ્રકારના આધુનિક સંસાધનો અને ટેકનોલોજી વગર મુંબઈની ડબ્બાવાલા ટિફિન સેવા અત્યારે મેનેજમેન્ટ નો ઉત્તમ અધ્યાય બની ગયો છે આ સ્કીલ રાજકોટના હજારો વિદ્યાર્થીઓને શીખવવા માટે આજે આત્મીસિટીમાં ડબ્બા વાલા ના પ્રતિનિધિઓ વિદ્યાર્થીઓને મેનેજમેન્ટના પાઠ રૂપે પરી સવાદયો જ છે સપ્લાય ચેન કેવી રીતે જાળવવી તે આ પરી સમાજમાં શીખવવામાં આવશે મુંબઈ ટિફિન બોક્સ સપ્લાયરના પ્રમુખ રામદાસ કરવદે રીતે શાંતારામ અંદર એ અનોખા બિઝનેસ મોડલ જેવા મુંબઈ ટિફિન વ્યવસ્થા વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.