Abtak Media Google News

રોજિંદા આહારમાં શરીર માટે પોષક તત્વોની પૂર્ણતા માટે સાવચેતી અનિવાર્ય, આદર્શ ગણાતા આહારમાં તમામ તત્વો મળી રહે તે જરૂરી નથી

શાકાહારી અને ખાસ કરીને વનસ્પતિ જન્ય ખોરાક નો દિવસે દિવસે લોકોમાં ખૂબ જ  ટ્રેન્ડ  વધતો જાય છે  વધુને વધુ લોકો રોજબરોજ શાકાહાર તરફ વળી રહ્યા છે   શાકાહાર તરફ વળવાના અનેકવિધ કારણો છે ;કેટલાક લોકો પર્યાવરણના જતન માટે શાકાહાર તરફ વળી રહ્યા છે.  ઘણા લોકો આરોગ્યના ફાયદા માટે શાકાહાર પસંદ કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો ધર્મ સંસ્કૃતિ અને સૈદ્ધાંતિક કારણોથી શાકાહાર પસંદ કરતા થયા છે લોકો આહારમાં વધુને વધુ શાકાહાર લેવા માટે સજાગ બન્યા છે ઘણા લોકો માને છે કે વનસ્પતિ જન્ય શાકાહાર આરોગ્ય માટે ફાયદાકારક છે  અને તેમાં પોષણ તત્વો ભરપૂર માત્રામાં મળતું હોવાથી શાકાહારી લોકોને કુપોષણની સમસ્યા નડતી નથી.. શાકાહારના ફાયદા અંગે ફિટનેસ કોચ નીતિનભાઈ ટેકરીયા નું કહેવાનું છે કે એમાં કોઈ નવાઈ નથી કે વનસ્પતિ જન્ય ખોરાકમાંથી તમામ પ્રકારના પોષક તત્વો મળે છે પરંતુ કેટલાક તત્વો માત્ર ને માત્ર બિન શાકાહારી વસ્તુ માંથી મળતા હોવાથી શાકાહારી લોકોને કેટલીક સમસ્યાઓ સામે સજાગ રહેવું જોઈએ

લોહત્વ… શરીરની જૈવિક ક્રિયાઓ માટે અનિવાર્ય એવા લોહત્વ ખોરાકમાંથી બે રૂપમાં મળે છે એક તો હેમલોહત્વ અને બીજું બિન હેમ લોહત્વ  હેમલોત્વ સામાન્ય રીતે માસ પોલટરી મચ્છી માંથી પ્રાપ્ત થાય છે જ્યારે બિનહેમ લોહત્વ શાકાહારી ખોરાક જેમ કે આખા  ધાન્ય, તેલીબીયા લીલા શાકભાજી માંથી પ્રાપ્ત થઈ છે હેમ લોહત્વ બિન હેમ લોહત્વ  સરળતાથી પચી જાય છે અને આહારમાં લેવાયેલું લોહત્વ વધુને વધુ ફાયદાકારક છે દૈનિક ખોરાકમાં અલ્પ માત્રામાં લોહત્વની ખાસ જરૂરિયાત હોય છે મહિલાઓ અને નાના બાળકોને ખોરાકમાંથી લોહત્વ મળી રહે છે લોહત્વની ઉણપ મગજ શક્તિ બુદ્ધિ,  તર્કશક્તિ માં ઘટાડા માટે કારણભૂત બને છે આહારમાં લોહત્વની ઉણપ ના કારણે એનેમિયા ની સર્જાતી સમસ્યાઓ માંસાહારી ખોરાક લેનારા કરતા શાકાહારી ઓમાં વધુ જોવા મળતો હોવાનું ડાયટિસનો દ્વારા દાવો કરવામાં આવે છે…

ક્રિએટાઇન.
શરીર માટે પોષક આહાર ના મહત્વના તત્વોમાંક્રિએટાઇન એટલે કે રેસાદાર તત્વો નું ખૂબ મહત્વ છે, આવા તત્વોથી કોષ અને માસ પેશી ની રચના અને તેમાં અને શક્તિ સંવર્ધન થાય છે ક્રિએટિન નિ ઉણપ સામાન્ય રીતે શાકાહારી માં દેખાય છે પરિણામે અશક્તિ મગજની કાર્યશૈલીમાં ફોટો ઓટ આવે છે એક અભ્યાસમાં સ્પષ્ટ જણાયું છે કે શાકાહારી વ્યક્તિ ના સ્નાયુમાં ક્રિએટિનની ઉણપ જોવા મળે છે.

વિટામીન બી:
શરીરની જૈવિક ક્રિયાઓ માટે ખૂબ જ આવશ્યક ચાલક બળ તરીકે ઉપયોગી વિટામિન બી પાણીમાં દ્રાવ્ય આઠ પોષક તત્વોનું મિશ્રણ છે. વિટામીન બી નું કામ આહારમાંથી ઉર્જા નો સંચય કરવું અને શરીરની રોગપ્રતિકારક શક્તિ અને ચેતાતંત્રના ચાલક બળ ને ઉર્જા પૂરી પાડવાનું  છે ,વળી વિટામિન બી નો શરીરમાં સંગ્રહ થતો નથી તેથી શરીરની જરૂર મુજબની વિટામિન બી ખોરાકમાંથી જ મેળવવો પડે …વિટામિન બી ના મુખ્ય સ્ત્રોતોમાં બિન શાકાહારી ખોરાક છે. અને આથી શાકાહારી વ્યક્તિઓમાં મોટાભાગે વિટામિન બી ની ઉણપ દેખાય છે વિટામિન બી ની ઉણપ ના કારણે રુધિરાભિસરણ તંત્ર ચેતાતંત્ર અને શરીરની કેસિકાઓ ને નુકસાન થાય છે

ઝીંક ..જસદ:
ઝીંક એટલે કે જસત ચર્મ આરોગ્ય, રોગપ્રતિકારક શક્તિ, શરીરના કોષો નું સર્જન તેનો વિકાસ, જૈવિક કચરા નો નિકાલ ,અને શરીરની અન્ય મહત્વની પ્રક્રિયા માં જસત ખૂબ જ અનિવાર્ય છે જસતનું પ્રમાણ પ્રાણીજન્ય ખોરાકમાંથી મળે છે, ઉપરાંત અનાજ, આખું ધાન્ય, તેલીબીયા ,લીલા શાકભાજી માંથી ઝીંક મળે છે, જસતની અછત માત્ર શાકાહારી લોકો માં વધુ પ્રમાણમાં દેખાય છે

એલ.ક્રિએટાઇન
એલ.ક્રિએટાઇન.. એક એવું પોષક તત્વ છે જે શરીરમાં ઊર્જાના ઉત્પાદનથી લઈ કોષમાં ફેટી એસિડના વહનનું કામ કરે છે. આ તત્વ મોટાભાગે લાલ માસમાંથી પ્રાપ્ત થાય છે; જોકે થોડા અંશે વનસ્પતિ જન્ય ખોરાકમાં પણએલ.ક્રિએટાઇન મળી રહે છે. માત્ર શાકાહારી લોકો નેએલ.ક્રિએટાઇન ની ઉણપથી સ્નાયુની નબળાઈ લીવરની સમસ્યા અને હૃદય સંબંધી સમસ્યા થી પીડાવું પડે છે આમ શરીરમાં નીએલ.ક્રિએટાઇન ઉણપ થી અનેક સમસ્યાઓ ઉભી થાય છે

તો કરવું શું….?
શરીરમાં પોષણ આહાર માટે જરૂરી ચોકસાઈ નું વિચારતા લોકો માટે એ વાત ખાસ ધ્યાને રાખવી જોઈએ કે શાકાહારી લોકો ને આહારની સાથે સાથે ખૂટતા વિટામિન ખનીજ તત્વો અને પોષક તત્વો ની ઉણપ પૂરી કરવા માટે સતર્કતા દાખોવો ગી જોઈએ અને શરીરમાં કોઈ તત્વો ઘટતા નથી ને તેનું ધ્યાન રાખવા થી શરીરનું આરોગ્ય લાંબા ગાળે સારુ રહે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.