Abtak Media Google News

૩ હજાર કિલોમાંથી ૧૦ હજાર કિલો હેરોઇન બનાવવાનો પ્લાન હતો: ૨૦૧૭માં પણ દોઢ ટન હેરોઇનમાંથી દસ ટન બનાવવાનો પ્લાન ઘડ્યો હોવાની આરોપીની કબૂલાત

કચ્છના મુન્દ્રા પોર્ટ પર ગત તા.૧૩મી સપ્ટેમ્બરના ઝડપાયેલા બે કન્ટેનરમાંથી બહોળા પ્રમાણમાં હેરોઇનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેનું પ્રમાણ હાલ ૩,૦૦૦ કિલોને પાર પહોંચ્યું છે. તો બીજી તરફ તેની કાર્યવાહીમાં પોલીસે હાલ આઠ શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓએ આપેલી કબૂલાતમાં તેઓ ૩૦૦૪ કિલો હેરોઇનના જથ્થાને પ્રોસેસ કરી ૧૦,૦૦૦ કિલો બનાવવાના હતા. જ્યારે ૨૦૧૭માં પણ એજ રીતે દોઢ ટન હેરોઇનનો ૧૦ ટન જથ્થો બનવાનો પણ પ્લાન ઘડ્યો હતો.

Advertisement

દેશમાં હેરોઇનની દાણચોરી સતત વધી રહી છે ત્યારે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સએ મુન્દ્રા પોર્ટ પરથી ર૧ હજાર કરોડનું ત્રણ હજાર ‌કિલો હેરોઇન જપ્ત કર્યું હતું. સામાન્ય રીતે દેશમાં ઘુસાડવામાં આવતું હેરોઇન એકદમ હલકી ગુણવત્તા વાળું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગત તા. ૧૩ સપ્ટેમ્બરે બે કન્ટેનરની ડીઆરઆઇએ મુન્દ્રા પોર્ટ પર અટકાયત કરી હતી, જે ઈરાનના અબ્બાસ બંદર થઈને અફઘાનિસ્તાનના કંદહારથી મુન્દ્રા પોર્ટ પર આવ્યું હતું. આ કન્ટેનરમાં સેમી પ્રોસેસ્ડ ટેલ્ક સ્ટોન્સ હોવાનું જાહેર કરાયું હતું, જોકે કન્ટેનરની વિગતવાર તપાસ કરી બંને કન્ટેનરમાંથી ત્રણ હજાર કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું.

હેરોઇનના જંગી જથ્થા મામલે અત્યાર સુધી ચાર અફઘાન નાગરિકો, એક ઉઝબેક રાષ્ટ્રીયઅને ત્રણ ભારતીય નાગરિકો સહિત કુલ આઠ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા ભારતીય નાગરિકોમાં આયાત-નિકાસ કોડના ધારકનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ માલની આયાત કરવા માટે કરવામાં આવતો હતો. મુન્દ્રા પોર્ટ પરથી મળી આવેલું ડ્રગ્સ તેમજ એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને જપ્ત કરેલા હેરોઇનની ગુણવત્તા એટલી બધી શુદ્ધ છે કે તેને કે‌મિકલ પ્રોસેસ કરીને ડબલ હેરોઇન તૈયાર થઇ શકે છે.

દેશમાં પહેલી વખત આટલા મોટા પ્રમાણમાં હેરોઇનનો જથ્થો મળી આવતાં સુરક્ષા એજન્સીઓ ચોંકી ઊઠી હતી અને એનઆઇએ સહિતની એજન્સીઓ કામે લાગી હતી. આ કેસ બાદ નવી દિલ્હી, નોઈડા (યુપી), ચેન્નઈ, કોઈમ્બતૂર, અમદાવાદ, માંડવી, ગાંધીધામ અને વિજયવાડામાં તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના કારણે દિલ્હીના ગોડાઉનમાંથી ૧૬.૧ કિલો હેરોઇન તેમજ નોઈડાના રહેણાક સ્થળેથી ૧૧ કિલો હેરોઇન મળી આવ્યું હોવાની શક્યતા છે.

આ ડ્રગ્સ એટલું શુદ્ધ હતું કે તેને પ્રોસેસ કરીને દસ ટન બનાવવાનો પ્લાન આરોપીઓનો હતો. વર્ષ ર૦૧૭માં પહેલી વખત સારી ગુણવત્તાનું ડ્રગ્સ આવ્યું હતું, જ્યારે હવે આ સમયે પણ સારી ગુણવત્તાનું ડ્રગ્સ આવ્યું છે. વિશાલે કેપ્ટન સુર‌િજત અને સુરપ્રિતને રૂ.પ૦ કરોડની લાલચ આપીને ૧પ૦ કરોડ રૂપિયાનું હેરોઇન વેચી મારવાનું કહ્યું હતું. લાલચમાં આવીને સુર‌િજત જહાજ ગુજરાતના પોરબંદર તરફ લાવ્યો હતો.

ઉલ્લેખનીય છેકે વર્ષ ર૦૧૭માં પાકિસ્તાનના કરાચીથી લોડ કરવામાં આવેલા ૧પ૦૦ કિલો હેરોઇન ઇ‌િજપ્ત મોકલવાનું હતું. ઇ‌િજપ્ત હેરોઇન ઉતારીને પછી હેન્રી નામનું જહાજ ભાવનગર ‌જિલ્લાના અલંગ ખાતે તૂટવા આવવાનું હતું. સેટેલાઇટ ફોનના સિગ્નલના આધારે મળેલી બાતમીના પગલે કોસ્ટગાર્ડ, ગુજરાત એટીએસ, નાર્કો‌ટિક્સ કંટ્રોલ બ્યૂરોએ હેરોઇન કબજે કર્યું હતું. એટીએસની ટીમે ઉત્તરપ્રદેશથી ઇરફાન, મુંબઇથી વિશાલ તથા સુરપ્રિત તિવારીની અટકાયત કરી હતી. જહાજના કેપ્ટન સુર‌િજત તિવારીએ સેટેલાઇટ ફોનથી હેરોઇન લઇ પાકિસ્તાનથી ઇ‌િજપ્ત જવાનો હોવાની વાત વિશાલ અને સુરપ્રિતને કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.