Abtak Media Google News

મહાપાલિકાનું બાકી લેણુ પણ વસુલવા અધિકારીઓને તાકીદ

રાજકોટ મહાનગરપાલિકામાં બહુ ગાજેલા કચરાપેટી ખરીદી કૌભાંડમાં સેન્ટરી ઈન્સ્પેકટર જેન્તીલાલ કે.વાજાને ફરજિયાત નિવૃત કરવાની શિક્ષાની સજાનો હુકમ મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની દ્વારા કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. દંડીત એસઆઈ પાસે મહાપાલિકાનું બાકી લેણુ હોય તો તે પણ વસુલ કરવા તાકીદ કરી છે.

Advertisement

આ અંગે પ્રાપ્ત તી વધુ વિગત મુજબ મહાપાલિકાની સોલીડ વેસ્ટ શાખામાં સેન્ટરી ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા જેન્તીલાલ કે.વાજાએ ફરજ દરમિયાન સોલીડ વેસ્ટ શાખાના ઉપયોગ માટે સ્ટીલ ગાર્બેજ ક્ધટેનરની ખરીદી કરી હતી જેમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ શહેરના જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી હતી. જે અંતર્ગત એસઆઈ જે.કે.વાજાને નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસનો જવાબ ગ્રાહ્ય ન રાખતા ચાર્જશીટ પણ અપાઈ હતી.

ચાર્જશીટનો જવાબ આપ્યો હતો જે પણ ગ્રાહ્ય રાખવામાં આવ્યો ન હતો અને ખાતાકીય તપાસ હા ધરવામાં આવી હતી. ખાતાકીય તપાસમાં મજકૂર વિરુધ્ધ ચાર્જશીટ અન્વયે મુકવામાં આવેલા આક્ષેપો તપાસ અધિકારી દ્વારા સાબીત માનવામાં આવ્યા હોવાનું તારણ અપાયું હતું. જે સંદર્ભે મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ ગુજરાત રાજય સેવા (શિસ્ત અને અપીલ) નિયમ ૧૯૭૧ અન્વયે એસઆઈ જે.કે.વાજાને શિક્ષા કરતા પહેલા શિક્ષા નોટિસ અને ૧૦ દિવસમાં લેખીત જવાબ રજૂ કરવાની તક આપી હતી.

દરમિયાન એસઆઈ કરેલો ખુલાસો ગ્રાહ્ય ન રાખતા ગુજરાત રાજય સેવા નિયમ ૧૯૭૧ના પ્રકરણ ૯ના નિયમ ૨ (૩) હેઠળ ફરજીયાત નિવૃત કરવાની શિક્ષાનો હુકમ કર્યો છે. સાો સા એસઆઈ જે.કે.વાજા પાસે કોઈપણ લેણુ બાકી હોય તો તે વસુલવાની જવાબદારી શાખા અધિકારીની રહેશે તેવી પણ તાકીદ કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.