Abtak Media Google News

આગામી એપ્રિલ માસી સમગ્ર રાજયમાં જાહેર વિતરણની વ્યવસને આધારકાર્ડ આધારિત બનાવવા આધારકાર્ડનું રેશનકાર્ડ સો લીંકઅપ કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જિલ્લા પુરવઠા અધિકારીના જણાવ્યા મુજબ રાજકોટ શહેર-જિલ્લામાં આધારકાર્ડની કામગીરી ૯૦ ટકા પૂર્ણ ઈ ગઈ છે અને એપ્રિલ માસ પૂર્વે જ સંપૂર્ણપણે આ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે.

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં જાહેર વિતરણની વ્યવસમાં રેશનકાર્ડ ધારકના જે કુટુંબ સભ્ય દ્વારા મ્બ ઈમ્પ્રેશન આપવામાં આવ્યું હોય તે વ્યક્તિ જ રેશનનો જથ્થો અવા તો કેરોસીન લેવા જઈ શકે છે. ત્યારે જાહેર વિતરણ વ્યવસને વધુ પારદર્શક બનાવવા માટે રાજય સરકાર દ્વારા આગામી એપ્રિલ માસી આધારકાર્ડ આધારિત વિતરણ વ્યવસ અમલી બનાવવા નકકી કરાયું છે જેી રેશનકાર્ડમાં નામ ધરાવતા તમામ લોકોના આધારકાર્ડ સો રેશનકાર્ડનું લીંકઅપ કરવામાં આવી રહ્યું છે.

વધુમાં જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં આધાર લીંકઅપની કામગીરી હાલ પુરગતિમાં ચાલી રહી છે અને ૯૦ ટકા જેટલી કામગીરી પૂર્ણ ઈ ગઈ છે અને બાકી રહેતી કામગીરી એપ્રિલ માસ પહેલા જ પૂર્ણ કરી લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.