Abtak Media Google News

ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા અમદાવાદ ઝોનની ચાર જિલ્લાની 25 નગરપાલિકાઓની સમીક્ષા બેઠક યોજાઈ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમા દેશ નવી  ઉર્જા, નવા વિચાર સાથે દેશને નવી દિશા તરફ આગળ વધારી રહ્યા છે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજયની ભાજપા સરકાર દ્વારા  ગુજરાતનો સર્વાંગિ વિકાસ થઈ રહ્યો છે. ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન  ધનસુખ ભંડેરીની અધ્યક્ષતામાં નવા વર્ષના પ્રારંભે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ ધ્વારા સમગ્ર ગુજરાતભરમાં ઝોનવાઈઝ નગરપાલિકાઓની સમિક્ષા બેઠક યોજાઈ રાહી છે.

અમદાવાદ ઝોનનાં 4 જિલ્લામાં સમાવિષ્ટ અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લાની કુલ મળી 25 નગરપાલિકાઓ જેમાં અમદાવાદ જિલ્લાની વિરમગામ, ધંધુકા, આણંદ, ધોળકા, બાવળા અને બારેજા નગરપાલિકા, ખેડા જિલ્લાની નડીયાદ, કપડવંજ, મહેમદાવાદ, ચકલાસી, ખેડા, ડાકોર , કઠલાલ, મહુધા, કણજરી, ઠાસરા નગરપાલિકા, સુરેન્દ્રનગર જિલ્લાની સુરેન્દ્રનગર વઢવાણ , ધ્રાંગધ્રા, લીંબડી, થાનગઢ, ચોટીલા, પાટડી નગરપાલિકા , બોટાદ જિલ્લાની બોટાદ, ગઢડા , બરવાળા નગરપાલિકા સહીતના નગરપાલિકાઓનાં પદાધિકારી તથા અધિકારીઓની ઝોન બેઠક ગાંધીનગર ખાતે સી.ટી. પી . કચેરી ઓડીટોરીયમમાં ખાતે મળી હતી.

આ બેઠકમાં નગરપાલિકાઓના પ્રમુખ – ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, નગરપાલિકાના ચીફ ઓફસર, એન્જીનીયરો સહીતના સાથે અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. આ બેઠકનો પ્રારંભ ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીના હસ્તે દિપ પ્રાગટય કરી કરવામાં આવ્યો હતો . આ બેઠકમાં અમદાવાદ ઝોનના પ્રાદેશિક કમિશનર (નગરપાલિકા) અનિલ રાણાવીયાએ પ્રાશંગિક ઉદબોધન કર્યુ હતું. તેમજ સી.ઈ.ઓ. પટ્ટણીએ પ્રેઝન્ટેશન કરેલ હતુ . આ સમિક્ષા બેઠકમાં અધિક કલેકટર પટેલ, જીએમએફબીના અધિકારી નટુભાઈ દરજી, ધીરેનભાઈ , ભાવીનભાઈ સહીતના ઉપસ્થિત રહયા હતા.

આ તકે  ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે ગુજરાતની વણથંભી વિકાસ યાત્રા શાંતિ અને સલામતી વિકાસની ધરોહર છે ભાજપાના નેતૃત્વમાં ગુજરાતમાં સામાજીક , આર્થિક , ઔદ્યોગિક અને શૈક્ષણિક વિકાસ વધુ ગતિશીલ બન્યો છે ત્યારે આ સરકાર સદા અને સર્વદા લોકોની સાથે રહી છે. ત્યારે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડની કરોડો રૂપીયાની ગ્રાન્ટ ફાળવી રાજયની મહાનગરપાલિકાઓ તેમજ નગરપાલિકાઓનો  સર્વાંગી વિકાસ થાય અને લોકોને  પ્રાથમિક સુવિધાઓ ઉપરાંત માળખાકીય અને આંતર માળખાકીય સુવિધાઓ પુરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય તે દિશામાં વિકાસની  રફતાર સાથે અને જનસેવાના નિર્ધાર સાથે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ  બોર્ડ દ્વારા  ફાળવવામાં આવેલ ગ્રાન્ટથી નગરપાલિકાઓ હાઈટેક બને અને લોકોની સુખાકારી જળવાય અને વિકાસ કાર્યો ઝડપથી હાથ ધરાય તે માટે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ ધ્વારા તમાર નગરપાલિકાઓની સમિક્ષા બેઠક યોજાઈ રહી છે. ત્યારે ગુજરાતના ખૂણેખૂણાનો વિકાસ કરી વિકસીત ગુજરાતના મજબુત પાયા નાંખી ગુજરાતને મોડેલ સ્ટેટ બનાવવા તરફ  ભાજપા  સરકાર આગળ વધી રહી છે. ગુજરાતના વિકાસની રફતારને ઉંચાઈ પર લઈ જવા કટીબધ્ધ બનીએ.

ત્યારે વધુમાં ધનસુખ ભંડેરીએ  જણાવેલ કે રાજયની ભાજપ સરકારની વિકાસલક્ષી , રાષ્ટ્રવાદી, પ્રજાભિમુખ્ય વિચારધારાથી જન-જન  વિકાસધારામાં જોડાઈ રહયો છે. રાજ્યની ભાજપ સરકારે સૌનો સાથ, સૌનો વિકાસના ધ્યેયેસૂત્ર સાથે સમાજના છેવાડાના માનવીના ઉત્થાન માટે યોજનાનો અમલી બનાવીે તેનો સંપૂર્ણ  લાભ મળે તેવું માઈક્રો આયોજન કર્યું છે

ત્યારે રાજય સરકારની અનેકવિધ યોજનાઓથી છેવાડાના માનવીના પાયાના પ્રશ્નો હલ થાય અને લઘુતમ સાધનોનો મહતમ ઉપયોગ કરી નગરપાલિકાઓ મહાનગરપાલિકા જેવી બને અને મહાનગરપાલરીકાઓ મેગાસીટી બને તેમજ  નગરપાલિકાઓને ફાળવાયેલ ગ્રાન્ટના મહતમ ઉપયોગથી લોકોનો પ્રાથમિક સુવિધા અને સુખાકારીમાં વધારો થાય તે માટે આયોજનબધ્ધ કામગીરી થાય અને વહીવટી અને કાયદાકીય જ્ઞાનની એક્બીજા સાથે સાથે  આપ લે  થાય અને જાણકારીમાં વૃધ્ધી થાય , ગ્રાન્ટ અંગેના સૂચનો અને ચાલુ કામો પુરા કરવા અંગેની માહિતી પુરી પાડેલ . સારી ગુણવતાવાળા કામ અંગે, ખાતમુર્હુતની સાથે જ લોકાપર્ણ થાય તે પરત્વે  જાગૃતતા દાખવવા વિષદ માર્ગદર્શન પુરૂ પાડયું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.