Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો મહત્વનો નિર્ણય: સત્તામંડળોમાં રાજકીય વરણીના છેદ ઉડયા

રાજકોટ સહિત રાજયની તમામ આઠ મહાનગરપાલીકાઓનાં કમિશનરને સત્તામંડળના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે આ મહત્વનો નિર્ણય લીધો હતો અત્યાર સુધી સત્તામંડળના અધ્યક્ષની જવાબદારી જિલ્લા કલેકટરના શીરે હતી હવેથી મ્યુનિસિપલ કમિશનરને જવાબદારી સોંપાતા રાજકીય નિમણુંકના છેદ ઉડી ગયા છે.

Advertisement

મહાપાલિકાઓની આસપાસ આવલે ગામોનો સમાંતર વિકાસ થાય તે માટે રાજય સરકાર દ્વારા સત્તા મંડળની રચના કરવામાં આવી છે. સત્તામંડળના ચેરમેન તરીકે સરકાર દ્વારા રાજકીય અગ્રણીઓની નિયૂકતી કરવામાં આવે છે. જોકે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી (રૂડા)માં છેલ્લા ઘણા સમયથી અધ્યક્ષની નિયૂકતી સરકાર દ્વારા કરવામાં આવી નથી. રાજકોટના જ વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બનતા એવી અટકળો તેજ બની હતી કે હવે રૂડામાંકોઈ રાજકીય નેતાની અધ્યક્ષક તરીકે નિમણુંક કરવામાં આવશે. પરંતુ છેલ્લા બે વર્ષમાં રૂડાના ચેરમેનની નિયુકતી કરવામાં આવી ન હતી

જે સત્તામંડળમાં ચેરમેનની નિયુકતી કરવામાં આવી ન હોય ત્યાં અધ્યક્ષની જવાબદારી અગાઉ મ્યુનીસિપલ કમિશનરના શીરે હતી. દરમિયાન ૨૦૧૬માં જીડીસીઆરની અમલવારી કરવામાં રાજકોટના તાત્કાલીન મ્યુનીસીપલ કમિશનર વિજય નહેરાએ ભેદી ઢીલ દાખવતા રાજય સરકારે સત્તામંડળના અધ્યક્ષ તરીકેની સત્તા મ્યુનીસીપલ કમિશનરો પાસેથી આંચકી લીધી હતી અને જે સત્તામંડળમાં અધ્યક્ષની વરણી કરવામાં આવી ન હોય ત્યાં હોદાનીરૂએ સત્તામંડળના અધ્યક્ષ જિલ્લા કલેકટર રહેશે તેવો નિર્ણય લીધો હતો.

દરમિયાન ગઈકાલે મળેલી કેબીનેટ બેઠકમા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એવો મહત્વનો નિર્ણય લીધો છે કે હવેથી જે સત્તામંડળમાં અધ્યક્ષની નિમણુંક કરવામાં નથી આવી ત્યાં ચેરમેન તરીકે જિલ્લા કલેકટર નહી પરંતુ મ્યુનીસીપલ કમિશનર રહેશે. રાજકોટ, ભાવનગર, જામનગર, સુરત, અમદાવાદ, બરોડા, ગાંધીનગર અને જૂનાગઢ મહાપાલીકાના મ્યુનીસિપલ કમિશનરને હોદાની રૂએ સત્તામંડળના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આ મહત્વકાંક્ષી નિર્ણયથી છેલ્લા ઘણા સમયથી રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી અર્થાત રૂડાના ચેરમેન બનવાના સપના નિહાળતા અનેક રાજકીય નેતાઓના સપના રોળાય ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.