Abtak Media Google News

કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચમાં બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીની વિકેટ લીધા બાદ કોલકાતાના બોલર નીતિશ રાણાએ તેને ગાળ દીધી હતી. ત્યારબાદ ક્રિકેટ ફેન્સ રાણાના આ વ્યવહારની ખૂબ ટિકા કરી રહ્યાં છે. ફેન્સ ઉપરાંત ક્રિકેટ વિશ્લેષકો પણ રાણાના આ વર્તનને અયોગ્ય કરી રહ્યાં છે.

Advertisement

સામાન્ય રીતે મેદાન પર ખૂબ જ આક્રમક અંદાજમાં જોવા મળતો કોહલી નીતિશ દ્વારા અપશબ્દો કહેવાયા હોવા છતા ચૂપચાપ મેદાન છોડીને જતો રહ્યો હતો. હવે કોહલીએ રાણાના આ વર્તનની સામે તેને એક શાનદાર ગિફ્ટ આપીને બધાને ચોંકાવી દીધા છે. તમે લગે રહો મુન્નાભાઈ ફિલ્મ જોઈ હોય તો યાદ હશે કે, કેવી રીતે ફિલ્મમાં મુન્નાભાઈ પોતાના વિરોધીને ફૂલ મોકલાવીને તેની નફરતને પ્રેમમાં બદલી નાખે છે. કોહલીએ પણ મુન્નાભાઈનો રસ્તો અપનાવતા કંઈક આવું જ કર્યું છે.ક્રિકેટ રસિકો ભલે રાણાના વ્યવહારથી નારાજ હોય પણ કોહલીએ દરિયાદિલી દેખાડતા રાણાને એક બેટ ગિફ્ટ કર્યું છે. રાણા પણ કોહલી પાસેથી બેટ મેળવીને ખૂબ ખુશ છે અને તેણે ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીર શેર કરી છે. તેણે તસવીર સાથે લખ્યું કે, જ્યારે તમને મોટા ખેલાડી તરફથી પ્રશંસા મળે છે, તો લાગે છે કે, તમે કંઈક સારું કરી રહ્યાં છો. આ બેટ ગિફ્ટ કરવા માટે થેંક્સ વિરાટ ભાઈ. આ મારા માટે બહુ મોટું પ્રોત્સાહન છે.

 (Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.