Abtak Media Google News

IPLમાં એક રનની કિંમત ૨૨૧૦૯૧ રૂપિયાની છે. પહેલા ૧૦ વર્ષમાં IPLના તમામ ફ્રેન્ચાઈઝીના ખિલાડીઓની સેલરી પર ૪૨.૮૪ અબજ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ૧૦ વર્ષની સીઝનમાં IPLમાં કુલ ૧૯૩૭૭૩ રન બનાવવામાં આવ્યા છે અને દરેક રનનો હિસાબ જોઈએ તો ૧ રનના ૨૨૧૦૯૧ રૂપિયા થાય છે.

IPLની પહેલી ૧૦ સીઝનમાં કુલ ૫૩૭ મેચો રમવામાં આવી છે, જેમાં કુલ ૧૯૩૭૭૩ રન બનાવવામાં આવ્યા છે અને તેની સાથે ૭૪૧૬ વિકેટો લેવાઈ છે. કુલ ૧૦ સીઝનમાં કુલ ૨૪૨૦૮ ઓવર્સ બોલરો દ્વારા નાખવામાં આવી છે અને ૧૦ સીઝનમાં દરેક ખિલાડીઓની સેલરીનો ખર્ચ ઘણી મોટી સંખ્યામાં ખર્ચ કરવામાં આવ્યો છે.

બોક્સ ઓફિસની જેમ IPLમાં પણ ૧૦૦ કરોડની ક્લબમાં સામેલ થવા માટે ઘણા બધા ખિલાડીઓ છે. છેલ્લા બે વર્ષોમાં વિરાટ કોહલી માર્કેટની પસંદ બની રહ્યો છે. તેની બ્રાન્ડ વેલ્યૂ દિવસે દિવસે વધી રહી છે. પરંતુ IPLની સેલરીથી થયેલી કમાણીની વાત કરીએ તો ૧૦૦ કરોડ ક્લબમાં માત્ર મહેન્દ્રસિંહ ધોની અને રોહિત શર્મા જ સામેલ છે.

છેલ્લી ૧૦ વર્ષની સીઝનમાં કુલ ૬૪૯ ખિલાડીઓએ ભાગ લીધો છે, જેમની કુલ સેલરી ૪૨૮૪ કરોડ થઈ છે. ૪૨૬ ભારતીય ખિલાડીઓ પર કુલ ખર્ચના ૫૪.૯૫% અને ૨૬૮ વિદેશી ખિલાડીઓ પર ૪૫.૦૫% નો ખર્ચો કરવામાં આવ્યો હતો. ૧૦૦ કરોડની ક્લબમાં સામેલ મહેન્દ્ર સિંહ ધોની અત્યાર સુધીમાં કુલ ૧૫૯ મેચ રમ્યો છે અને તેમાં તેણે કુલ ૩૫૬૧ રન બનાવ્યા છે, જ્યારે રોહિતે ૧૫૯ મેચોમાં ૪૨૦૭ રન બનાવ્યા છે. તેમની કુલ કમાણીના હિસાબે રોહિતની એક મેચની ફી ૬૩,૮૯,૯૩૭ રૂપિયા છે, જ્યારે ધોનીની એક મેચની ફી ૬૭,૮૨,૩૮૯ રૂ. છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.