Abtak Media Google News

૨૬મી જાન્યુઆરીએ કોટેચા ખાતે માય ઈન્ડિયા ફર્સ્ટ ગ્રુપની ઓપનીંગ સેરેમની યોજાશે. સાથે સવારે ૯ કલાકે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવશે. જે અંગે વધુવિગત આપવા ગ્રુપના મેમ્બરોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

કાર્યક્રમમાં માય ઈન્ડિયા ફસ્ટ ગ્રુપના મિત્રો દ્વારા ભારત માતાને વંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ ઉપરાંત ભારત દેશના નાગરીકોને બંધારણ દ્વારા મળેલા મૂળભૂત અધિકારો અને ફરજો દર્શાવતી પત્રિકાનું વિતરણ કરવામાં આવશે અને દેશ ભક્તિના ગીતો દ્વારા જાહેર જનતા સાથે આ પર્વની ઉજવણી કરવામાં આવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સચીન કોટક, હરેશ મોરીચા, સંદિપસિંહ પરમાર, સંજયભાઈ પંડિત, અભય નાન્ઢા, વિક્રમ બોરીચા, વિરાજ મડીયા, મયુર પરમાર, અંકુર તલાટી, સની જરીયા, તપન નથવાણી, ઉમેશ આહીર, દેવાંગ ગજ્જર, નીતીન પટેલ, મયુર ખેરૈયા, વિશાલ નેનુજી, અમીશ દક્ષિણી, બિરજુ કમલીયા, નવરાજસિંહ હાડા સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.