Abtak Media Google News

જે દેશોમાંથી આયાત થઈ રહી છે તેની સાથે રૂપિયામાં વ્યવહાર કરવાથી રૂપિયો થશે મજબૂત

ભારતે અન્ય દેશો સાથે રૂપિયામાં વ્યવહાર કરવા સતત ઝુંબેશ છેડી છે. અગાઉ રશિયા, શ્રીલંકા બાદ હવે બાંગ્લાદેશ અને આફ્રિકન દેશો સાથે ભારતની બેન્કો રૂપિયામાં વ્યવહાર કરવાના માર્ગો શોધી રહી છે.  છેલ્લા ઘણા વર્ષોથી ડોલર આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે માન્ય રહ્યું છે. કોઈ પણ બે દેશો વચ્ચે ડોલરમાં જ વ્યવહાર થતા હોય જેને કારણે ડોલર આપોઆપ મજબૂત જ રહેતો હતો. પણ હવે ભારત આ ચિત્ર બદલવા માટે આગળ આવી રહ્યું છે. ભારત પોતાના અન્ય દેશો સાથેના વ્યવહાર રૂપિયામાં કરવા સતત પ્રયાસો કરી રહ્યું છે. જેને કારણે રૂપિયા ઉપરનું ભારણ ઘટે અને રૂપિયો મજબૂત થાય.ભારતીય બેંકો બાંગ્લાદેશ અને ઈજીપ્ત વગેરે જેવા આફ્રિકન દેશોમાં રૂપિયા સાથે વેપાર કરવાના પ્રયાસો કરી રહી છે.

બેંકો રૂપિયાને આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે ઉપયોગમાં લેવા સતત પ્રયત્નો હાથ ધરી રહી છે.  ફોરેક્સ માર્કેટમાં વોલેટિલિટીથી આ બિઝનેસને ઓછી અસર થશે.  અગાઉ રશિયા, મોરેશિયસ અને શ્રીલંકા સાથે રૂપિયામાં વેપાર શરૂ થયો હતો.ભારતે ગયા નાણાકીય વર્ષમાં ઇજિપ્તમાંથી 352 મિલિયન ડોલર, અલ્જેરિયાથી 100 મિલિયન ડોલર અને અંગોલાથી 272 મિલિયન ડોલરના માલની આયાત કરી હતી.  બાંગ્લાદેશથી 197 મિલિયન ડોલરનો માલ આયાત કરવામાં આવ્યો હતો.

ભારતીય બેંકોએ રૂપિયામાં વ્યવહાર કરવા માટે રશિયા, મોરેશિયસ અને શ્રીલંકામાં બેંકો સાથે એસઆરવીએખાતા ખોલ્યા છે.  11 બેંકોમાં આવા કુલ 18 ખાતા ખોલવામાં આવ્યા છે.  આ વર્ષે જુલાઈમાં, આરબીઆઈએ ક્રોસ બોર્ડર દેશો સાથે રૂપિયામાં વ્યવહાર કરવા માટે વિગતવાર માર્ગદર્શિકા જારી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.