Abtak Media Google News

નર્મદા ડેમનું સરદાર પટેલ અને ગુજરાતની જનતાનું સ્વપ્ન પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ  પોતાની મક્કમ રાજકીય ઈચ્છાશક્તિી પૂર્ણ કર્યું છે એટલે કોંગ્રેસને પેટમાં તેલ રેડાયું છે :નર્મદા ડેમના દરવાજા બંધવાથી ગુજરાતના સમૃદ્ધિના દ્વાર ખુલશે

નર્મદા યોજના સામે કોંગ્રેસના નેતાઓએ કરેલ નિવેદન સામે આકરી પ્રતિક્રિયા આપતાં પ્રદેશ પ્રવકતા  ભરત પંડયાએ જણાવ્યું હતું કે, નર્મદા ડેમના દરવાજા બંધ વાી ગુજરાતના સંપૂર્ણ વિકાસના દ્વાર ખુલશે તેનો સમગ્ર ગુજરાતમાં અને વિશ્વમાં રહેતા ગુજરાતીઓને આનંદ છે. પરંતુ કોંગ્રેસ શોકમાં ડૂબી ગઈ છે. ગુજરાત વિરોધીઓ હતાશામાં છે. નર્મદા યોજના માટે સતત અવરોધ ઊભો કરનાર કોંગ્રેસને નર્મદા માટે બોલવાનો કોઈ અધિકાર જ ની.

પંડયાએ જણાવ્યું હતું કે, સરદાર પટેલનું સ્વપ્ન, ગુજરાતની જનતાનું સ્વપ્ન માન.પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ પોતાની મક્કમ રાજકીય ઈચ્છાશક્તિી પૂર્ણ કર્યું છે એટલે કોંગ્રેસને પેટમાં તેલ રેડાયું છે. નરેન્દ્રભાઈ મોદીએ મા નર્મદાને ગુજરાતની હસ્તરેખા, પ્રજાની ભાગ્યવિધાતા, સરદારની સ્વપ્નસરીતા અને ગુજરાતની અસ્મિતા કહી છે.   નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા યોજનામાં જેમણે પણ યોગદાન આપ્યું છે. તેમણે અનેકવાર તમામનો આભાર માન્યો છે. પરંતુ એકવાત પણ સ્પષ્ટ છે કે નર્મદા યોજના પૂર્ણ થાય તે માટે સંઘર્ષ, સક્રિયતા અને સફળતા સોની નિર્ણાયક અને અગ્રેસર ભૂમિકા નરેન્દ્રભાઈ મોદીએ ભજવી છે. તે ગુજરાતની જનતા જાણે છે. જો  નરેન્દ્રભાઈ મોદી પી.એમ.ન બન્યાં હો તો હજૂ પણ નર્મદા ડેમના દરવાજાની મંજૂરી મળી ન હોત. કોંગ્રેસ તો ૨૦૦૪ થી ૨૦૧૪ સુધીના ૧૦ વર્ષના પોતાના શાસનમાં નર્મદાડેમના દરવાજાની મંજૂરી ન હતી આપી. જે નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી બન્યા પછી ૧૭માં દિવસે મંજૂરી આપી દીધી.

કોંગ્રેસના   ભરતસિંહ અને શક્તિસિંહ જવાબ આપે  તત્કાલીન સમયની કોંગ્રેસની રાજય સરકારો અને કેન્દ્ર સરકારે નર્મદા યોજના સામે વારંવાર કેમ અવરોધો ઊભા કર્યાં ? કોંગ્રેસના નેતાઓ નર્મદા વિરોધીઓને વારંવાર કેમ મળે છે ? ૧૦ વર્ષના કોંગ્રેસમાં કેન્દ્ર સરકાર હતી તે સમયે દરવાજાની મંજૂરી કેમ ન આપી ?

હજૂ પણ દિગ્વીજયસિંહ, જ્યોતિરાદિત્ય જેવા કોંગ્રેસના નેતાઓ સંસદમાં નર્મદા વિરોધી ભાષણો કેમ આપે છે ? ૧૯૬૧ થી ૮૭ સુધીમાં પર્યાવરણની મંજૂરી કેમ ન હતી મળી અને ૫૬ વર્ષ સુધી કોંગ્રેસના શાસનમાં માત્ર ૩૯૮ કિ.મી.કેનાલોનું કામ કેમ યું ? તેનો કોંગ્રેસ જવાબ આપે.

કોંગ્રેસના નેતાઓ સામે પ્રતિક્રિયા આપતા   પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના ૫૬ વર્ષના શાસનમાં માત્ર ૩૯૮ કિ.મી.કેનાલોનું કામ યું હતું. જયારે ભાજપના ૨૦ વર્ષના શાસનમાં કોંગ્રેસના અનેક અવરોધો વચ્ચે ૪૯,૪૦૦ કિ.મી.કેનાલોનું કામ કર્યું છે. સમગ્ર યોજનાનો ૯૩ ટકા ખર્ચ ભાજપના શાસનમાં કરવામાં આવ્યો, જયારે કોંગ્રેસના સમયમાં માત્ર ૭ ટકા જ ખર્ચ કરવામાં આવ્યો છે. ભાજપ સરકારોએ નર્મદા માટે ત્રણ ગણા બજેટ ફાળવ્યાં છે અને વાર્ષિક ૧૦ ગણો ખર્ચ કર્યો છે. જયારે કોંગ્રેસ નર્મદા યોજનાને ડેમની ઊંચાઈ, દરવાજા બનાવવાની કે બંધ કરવાની મંજૂરી, કેનાલ અને વિસપિતોના મુદ્દે અડચણો ઊભી કરવાનો જ પ્રયાસ કર્યો છે. કોંગ્રેસે ૧૯૯૫ પછી હંમેશા નર્મદાને નડી છે. કોંગ્રેસ નર્મદાને પહેલાં રોકે છે અને ખોટા આક્ષેપો દ્વારા ભાજપને ટોકે છે પછી ગુજરાતની જનતાને કોંગ્રેસને હરાવે ત્યારે પોકે પોકે રોવે છે.આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ મા નર્મદાને અટકાવવાનું પાપ કરનાર કોંગ્રેસને નેસ્તનાબૂદ કરીને ગુજરાતની જનતા જવાબ આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.