Abtak Media Google News

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજના પૂર્ણ કરવાનો શ્રેય નરેન્દ્રભાઈ મોદીને

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં ૬૮માં જન્મદિવસ પર તેઓને શબ્દ શુભેચ્છા પાઠવતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદી જેવા પુરુર્ષાવાદી અને પરાક્રમી પ્રધાનમંત્રીનાં મજબૂત નેતૃત્વમાં આપણે સૌને સુશાસનનો લાભ મળી રહ્યો છે એ આનંદની વાત છે. નરેન્દ્રભાઈ મોદીનાં નિષ્કલંક, પારદર્શી અને પ્રામાણિક શાસનમાં ભારતને વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાની ઈચ્છાશક્તિ છે. છેલ્લાં સવા ત્રણ વર્ષી ઉર્જાવાન, સમર્પિત અને દ્રઢ નિશ્ચયવાળા નરેન્દ્રભાઈ મોદી ૧.૨૫ કરોડ ભારતીયોની આકાંક્ષાઓ અને આશાઓને પૂર્ણ કરતા આવ્યા છે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અંત્યોદય ર્આત્ અંતિમ વ્યક્તિ સુધી સેવા પહોંચાડવાના સિદ્ધાંતી અત્યાધિક પ્રેરિત છે. આી તેઓએ કોઈપણ યોજનાનાં કેન્દ્રમાં ગરીબ અને સામાન્ય માનવીનાં હિતનું લક્ષ્ય રાખ્યું છે. આ ઉપરાંત તેઓ વિર્દ્યાીઓ, યુવાનો અને મહિલાઓ પ્રત્યે સવિશેષ લાગણી દાખવી તેમની સુખાકારી માટે ચિંતિત છે. નરેન્દ્રભાઈની વિદેશી નીતિી વૈશ્વિક મંચ પર વિશ્વના સૌી મોટા લોકતંત્ર ભારતની વાસ્તવિક ક્ષમતા તેમજ ભૂમિકા સ્પષ્ટપણે રજૂ ઈ છે. જેણે ભારતની યુવા અને મહિલા શક્તિનાં સાહસનો પરચો આપ્યો છે. આટલું જ નહીં નરેન્દ્રભાઈ મોદી ભારતના એવા પ્રમ પ્રધાનમંત્રી છે જેમણે ૧૭ વર્ષના લાંબા અંતરાળ બાદ નેપાળ, ૨૮ વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા, ૩૧ વર્ષ બાદ ફિઝી અને ૩૪ વર્ષ બાદ સેશેલ્સની દ્વિપક્ષીય યાત્રા કરી. નરેન્દ્રભાઈ મોદીએ પોતાના રાજકીય શાસનમાં અનેક વિક્રમો સર્જ્યા છે. નરેન્દ્રભાઈની રાજ્યી રાષ્ટ્રીય રાજનીતિની કારકિર્દી દરમિયાન તેમણે માત્ર દેશસેવા અને પ્રજાહિતને જ પોતાનો જીવનમંત્ર બનાવ્યો છે. તેઓનાં દરેક કાર્ય અને વિચાર પાછળ માત્રને માત્ર દેશહિત અને લોકસેવા રહેલી હોય છે.

નરેન્દ્રભાઈ જ્યારી પ્રધાનમંત્રી બન્યા ત્યારી દેશમાં શાંતિ, સ્વચ્છતા અને શિસ્તતાનું વાતાવરણ બની રહ્યું છે. વળી, પાકિસ્તાન સામે કરેલી સર્જિકલ સ્ટ્રાઈક અને ચીન-દોકલામ સરહદી મુદ્દે સ્વમાનભેર ચીની સેનાને ઘરભેગી કરવાની મોદીજીની કૂટનીતિનાં દુનિયાએ નોંધ લઈ વખાણ કર્યા છે. આ સિવાય જેમ બાળકને માતા તેના સ્વાસ્ માટે કડવી દવાનાં ઘૂંટ પીવડાવે તેમ દેશનાં ર્અતંત્ર માટે નરેન્દ્રભાઈએ કાળજે પથ્ર મૂકી અમૂક આકરા પગલાંઓ પણ ભર્યા છે.

નરેન્દ્રભાઈ મોદી એક લોકપ્રિય જન નેતા છે. તેઓ લોકોની સમસ્યાઓને દૂર કરવા તા તેના જીવન સ્તરમાં સુધાર લાવવા માટે સતત પ્રતિબદ્ધ છે. તેમને લોકોની વચ્ચે જવું, તેમની ખુશીઓમાં ભાગ લેવો તા તેમના દુ:ખોને દૂર કરવાનું ખૂબ ગમે છે. જમીની સ્તર પર લોકો સો તેમનો ઉંડો અંગત સંપર્ક તેમની ખાસિયત છે. તેઓ ભારતના સૌી મોટા ટેકનોસેવી નેતાના રૂપમાં પણ ઓળખાય છે. તેઓ લોકો સુધી પહોંચવા અને તેમના જીવનમાં બદલાવ લાવવા માટે ટેકનોલોજીનો આધુનિક રીતે ઉપયોગ કરે છે. આ કારણે નરેન્દ્રભાઈ કોઇપણ વ્યક્તિ સો આસાનીી સંપર્ક કેળવી શકે છે અને લોકસમસ્યાને પળવારમાં જાણી દૂર કરી શકે છે. નરેન્દ્રભાઈ પોતે તો ચોવીસ કલાકમાંી અઢાર કલાક કામ કરે જ છે એ સિવાય પોતાની સો રહેલા લોકોને સમયનાં સદુપયોગની પ્રેરણા આપતા રહે છે. નરેન્દ્રભાઈ ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે કે આજે દેશનાં વડાપ્રધાન છે ત્યારે તેઓ જરા પણ બદલાયા ની. તેઓ પોતાના કામ પ્રત્યે ખૂબ જ કાળજી સેવે છે અને કોઈપણ ભોગે ધારેલું કામ નિશ્ચિત સમયમાં પૂર્ણ કરી બતાવે છે. તેમનું ટાઈમ મેનેજમેન્ટ ઉડીને આંખે વળગે એવું છે.

નરેન્દ્રભાઈ મોદી એક એવા પ્રામાણિક અને પારદર્શી વ્યક્તિત્વ જેને દેશએ વિશ્વાસના આધારે પોતાનો જનાદેશ આપ્યો છે કે તેઓ ભારતનું પુનરુતન કરશે અને તેને દુનિયાનું પ-પ્રદર્શક બનાવશે આ બાબતે શંકાને કોઈ સન ની. દેશની જનતાનાં વિશ્વાસ પર નરેન્દ્રભાઈ ખરા પણ ઉતરી રહ્યા છે. આ પુરુર્ષાવાદી રાજપુરુષનું જીવન લાંબુ બની તેનો લાભ ભારતને મળતો રહે એવું જણાવી રાજુભાઈ ધ્રુવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસ નિમિત્તે તેઓને શબ્દ શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.