Abtak Media Google News

સ્ટેચ્યુ ઓફ યુનિટી, એઇમ્સ,રેલવે યુનિવર્સિટી, ઇન્ટરનેશનલ એરપોર્ટ,રો રો ફેરી સાથે અનેક ક્ષેત્રે ઐતિહાસિક વિકાસકાર્યોની ભેટ વડાપ્રધાને ગુજરાતને આપી છે: રાજુભાઈ ધ્રુવ

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે 9 વર્ષ પુરા કર્યા છે. આ નવ વર્ષમાં  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીના પરિણામે વૈશ્વિક સ્તરે ભારતનું ચિત્ર ઘણું બદલાઈ ગયું છે.  ભાજપના સૌરાષ્ટ્રના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે વડાપ્રધાનને અભિનંદન આપ્યા છે અને શુભેચ્છા પણ પાઠવી છે.

Advertisement

છેલ્લા નવ વર્ષથી વિપક્ષ વડાપ્રધાનની દરેક પહેલમાં અડચણરૂપ બનીને તેમની નીતિઓ અને યોજનાઓ પાયાના લોકો સુધી ન પહોંચે એવા પ્રયત્ન કરી રહ્યું છે. પરંતુ, વડાપ્રધાનની મક્કમતાનું પરિણામ એ આવ્યું કે દેશવાસીઓની પરિસ્થિતિ, જીવન જીવવાની રીત અને વિચારસરણી પણ બદલાવા લાગી તેમ જણાવતા રાજુભાઈ ધ્રુવે કહ્યું  છે કે,  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ  સુશાસનનાં 9 વર્ષ દરમિયાન 9 નોંધનીય ઉપલબ્ધિઓનો હાંસલ કરી છે. જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શૌચાલય, ગેસ, પાણીની સુવિધાઓ પૂરી પાડવી,  આર્ટિકલ 370, રામ મંદિર, સ્ત્રી સશક્તિકરણ વગેરેનો સમાવેશ થાય છે. પ્રજાના અભૂતપૂર્વ સમર્થનને જ  શક્તિનો સ્ત્રોત  માનીને વડાપ્રધાને આ ઉપલબ્ધિઓ હાંસલ કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરવામાં આવેલી તમામ યોજનાઓનો લાભ એક-એક વ્યક્તિને થયો છે. લોકો વડાપ્રધાનના પ્રયાસોના કારણે સ્વદેશી વસ્તુઓનું મૂલ્ય સમજ્યા અને વિદેશી વસ્તુઓનો ઉપયોગ પણ ઘટાડ્યો. કૌશલ યોજનાથી યુવાનોને યોગ્ય દિશા મળી, તો ‘મેઇક ઇન ઇન્ડિયા’ મિશનથી સ્ટાર્ટઅપ ઊભા કરીને તેમણે પોતાની ઓળખ બનાવી. ઉજ્જવલા યોજનાએ મહિલાઓને ચૂલાના ધુમાડાથી રાહત અપાવી, તો આયુષ્માન ભારતને કારણે ગરીબોને સારવાર મળી શકી.

એટલું જ નહીં, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાના પરિણામે અંધારામાં ગરકાવ થયેલા ગામડાઓમાં વીજળી પહોંચી, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાથી ખેડૂતોને   6000 રૂપિયા મળવા લાગ્યા. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લોકોને ઘર બનાવવા માટે રૂપિયા આપવામાં આવી રહ્યા છે. તો જન ધન યોજનાનો ફાયદો 31 કરોડથી વધુ લોકોને મળી રહ્યો છે. મુદ્રા યોજના હેઠળ લોકો લોન લઈને નવા-નવા સાહસો શરૂ કરી રહ્યા છે.

વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્રભાઈ મોદીએ વિદેશી ઉદ્યોગપતિઓને ભારતમાં રોકાણ કરવા માટે પ્રેરિત કર્યા છે. ગંભીર રીતે બીમાર નાગરિકો માટે સાર્વત્રિક આરોગ્ય સંભાળ નીતિ પણ બનાવી છે.પ્રધાનમંત્રી જન-ધન યોજના જેવી ઘણી યોજનાઓ, જેનો ઉદ્દેશ્ય આર્થિક વિકાસ છે, સ્વચ્છ દેશ માટે સ્વચ્છ ભારત અભિયાન, બીપીએલ પરિવારોને એલપીજી પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, હાલમાં દેશમાં અમલમાં છે

વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર્ભાઈ મોદીએ લોકોના લાભાર્થે અનેકવિધ યોજનાઓ શરૂ કરી છે અને આજે છેવાડાના માનવી સુધી આ યોજનાઓનો લાભ પહોચી રહયો છે.2015માં શરૂ કરાયેલ, પ્રધાનમંત્રી આવાસ યોજના ભારતના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ગરીબ લોકોને પોતાનાં આવાસો રાખવા માટે સહાય પૂરી પાડે છે. વડાપ્રધાનપદે આરૂઢ થયા પછી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત ને મહાન સરદાર પટેલની પ્રતિમા, નર્મદા ડેમ ની પૂર્ણતા, વડોદરા માં રેલ્વે યુનિવર્સિટી, રાજકોટ માં એઈમ્સ, ઇન્ટરનેશનલ એરપોર્ટ,દ્વારકા સિગ્નેચર બ્રિજ – રાષ્ટ્રીય સુરક્ષા સંસ્થાન, રો રો ફેરી સહિત અનેક ક્ષેત્રે મોટા ઐતિહાસિક પ્રોજેક્ટો ની પ્રજા ને ભેટ આપી ગુજરાત ના વિકાસ- પ્રગતિ ની ગતિ અનેકગણી વધારી છે તેમ જણાવી  વિશ્વ ના સર્વાધિક લોકપ્રિય નેતા શાસક લોકનાયક વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીને ને સુશાસન ના સર્વોત્તમ 9 વર્ષ પૂર્ણ કરી ગુજરાત ના વિકાસ ની વણથંભી યાત્રા ને સમગ્ર ભારત ની વિકાસ ની વણથંભી યાત્રા બનાવવા બદલ રાજુભાઈ ધ્રુવે ખુબ ખુબ શુભેચ્છાઓ સાથે અઢળક અભિનંદન પાઠવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.