Abtak Media Google News
  • જે કાર્યો દેશવાસીઓ અસંભવ જેવા લાગતા હતા તે નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં સંભવ થયા: ગૃહમંત્રી

ત્રીજી ટર્મમાં નરેન્દ્રભાઈ મોદી પુન:  પ્રધાનમંત્રી  બને તેવો  મજબુત જનાધાર  પ્રચંડ  સ્વરૂપે  ઉભરી રહ્યો છે. દેશની જનતાએ ‘અબકી બાર 400 પાર’નો  સંકલ્પ કર્યો છે તે સિધ્ધથ થતો સ્પષ્ટ પણે  દેખાઈ રહ્યું છે. તેમ  કેન્દ્રીય  ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે  અમદાવાદ ખાતે  વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરતા જણાવ્યું હતુ.

તેઓએ  વધુમાં ઉમેર્યું હતુ કે અગાઉ  અસંભવ લાગતા કામો  નરેન્દ્રભાઈએ ચપટીમાં  પુરા કર્યા છે. ભાજપે ચૂંટણી ઢંઢેરામાં જે વચનો  આપ્યા હતા તે મોટાભાગના  કામો પૂર્ણ   કર્યા છે. રામ મંદિર નિર્માણ,  કાશ્મીરમાંથી કલમ  370 હટાવવી, વન રેન્ક વન  પેન્શન કામો પૂરા કર્યા છે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી   અમિતભાઈ શાહે જણાવ્યું છે કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં વિકાસનો વ્યાપ એટલો વિસ્તર્યો છે કે, દરેક ક્ષેત્રના દરેક વ્યક્તિને તે સ્પર્શે છે.  નરેન્દ્રભાઇ મોદી ત્રીજીવાર વડાપ્રધાન બનશે એવો સ્પષ્ટ માહોલ સમગ્ર દેશમાં વિકાસની આ અવિરત વણઝારનાં પરિણામે જોવા મળી રહ્યો છે. લોકસભાના ચૂંટણી ઢંઢેરામાં જે વચનો અને કામો કહ્યા હતાં તે તમામ કામો વડાપ્રધાન   નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આ સરકારે કરી બતાવ્યા છે. રામ મંદીરનું નિર્માણ, કલમ-370ની નાબુદી સહિતના તમામ કાર્યો જે અસંભવ લાગતા હતા તે   નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સંભવ થયા છે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિતભાઇ શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. અંતર્ગત ગાંધીનગર લોકસભા, અમદાવાદ પૂર્વ તેમજ અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારમાં રૂ. 3012 કરોડથી વધુના 63 કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના અવસરે દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

અમિતભાઈ શાહે 1900 જેટલા એલઆઈજી આવાસ, મુમદપુરા અંડરપાસ, ગોધાવી બ્રિજ, મલ્ટી પર્પઝ બિલ્ડીંગ, 7 હેલ્થ અઝખ, પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીનું લોકાર્પણ કર્યું હતું.

તેમણે રેલવે અન્ડરબ્રીજ, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, 40 સ્માર્ટ સ્કૂલ, વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, ડ્રેનેજ લાઈન્સ, પ્રાઇમરી હેલ્થ સેન્ટર,  આવાસ, વેસ્ટ કલેક્શન સેન્ટર અને બેરેજ કમ બ્રિજ સહિતના વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. ગાંધીનગર લોકસભા વિસ્તારના નાગરિકોને ઔડા અને  કોર્પોરેશનના રૂ. 1805 કરોડના વિકાસકામો તેમજ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા વિસ્તારના નાગરિકોને અખઈના રૂ. 1206 કરોડના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની ભેટ મળી છે.  શ્રી અમિતભાઇએ આ પ્રસંગે વધુમાં કહ્યું કે, ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પાછલા પાંચ વર્ષમાં ખાતમુહૂર્ત કરેલા વિકાસ કામોમાંથી 91 ટકા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તેમણે કર્યું છે. ગાંધીનગર લોકસભા વિસ્તારની તમામ શાળા હવે અનુપમ સ્માર્ટ સ્કુલ બની જશે. વિકાસની વણથંભી વણઝાર રચવાના ભાજપાના સંસ્કાર છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાનના દિશાદર્શનમાં દેશના નાગરિકોને મળી રહેલા યોજનાકીય લાભ અંગે વાત કરતા   અમિતભાઇ શાહે કહ્યું કે, દેશના 80 કરોડથી વધુ લોકોને વિનામૂલ્યે અનાજ આપવામાં આવ્યું છે. 12 કરોડથી વધુ શૌચાલય તૈયાર કરવામાં આવ્યાં છે.

દેશમાં 4 કરોડથી વધુ લોકોને ઘરનું ઘર મળ્યું છે. 10 કરોડ લોકોને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસનાં કનેક્શન પૂરાં પાડવામાં આવ્યા છે. 14 કરોડ લોકોને નલ સે જલ યોજના અંતર્ગત નળ કનેક્શન મળ્યું છે. દેશના દરેક વ્યક્તિને  નરેન્દ્રભાઈ મોદીએ સુરક્ષિત અને સમૃદ્ધ કર્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, ગુજરાતના શહેરો બેસ્ટ અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇકોફ્રેન્ડલી અપ્રોચ સાથે ગ્લોબલ સિટીઝ બની રહ્યા છે. વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ સહિત ગુજરાતના તમામ શહેરો સ્માર્ટ સિટીઝ બનવાની રાહે અગ્રેસર છે.

એન્વાયરમેન્ટ અને પ્રોગ્રેસ બંનેને સાથે રાખીને અમદાવાદ – વડોદરામાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ તથા સુરતમાં ગ્રીન ગ્રીડ મિશન દ્વારા અર્બન ઇકોલોજી અને ગ્રીન સ્પેસને ડબલ એન્જિન સરકારે મહત્વ આપ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.  મુખ્યમંત્રીએ કહ્યું કે, લિવિંગ વેલ અને અર્નીંગ વેલના ક્ધસેપ્ટ સાથે શહેરી જનજીવન સુવિધા સભર બનાવવાનો રોડમેપ ગુજરાત સરકારે વિકસિત ગુજરાત 2047ના વિઝન ડોક્યુમેન્ટમાં રાખ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, ડબલ એન્જિન સરકારને પરિણામે વિકાસ કામોની સ્પીડ અને સ્કેલ વધ્યા છે. વિકાસ માત્ર વાતોમાં નહીં ધરાતલ ઉપર સાકાર કરનારી આ સરકાર છે એવો વિશ્વાસ સૌને બેઠો છે.તેમણે ઉમેર્યું કે, ડબલ એન્જિન સરકારની વિવિધ યોજનાઓના સીધા લાભ લોકોને મળી રહ્યા છે. ગરીબ વંચિત કે દરેક વર્ગ આજે ’મોદી કા પરિવાર’ તરીકેનું ગૌરવ લઈને નયા ભારતના નિર્માણમાં સક્રિય પણે જોડાયો છે.

આ સંદર્ભે તેમણે કહ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ ડબલ એન્જિન સરકારની વિકાસ ગતિ બમણી કરવાની ગેરંટી છે. ભારતને ત્રીજી મોટી ઈકોનોમી બનાવવા વડાપ્રધાનએ જે સંકલ્પ કર્યો છે તે તેમની ત્રીજી ટર્મમાં આપણે ચોક્કસ સાકાર થતો જોઈશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.