Abtak Media Google News

સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટનો ઉપયોગ ઓડીસિયસ લેન્ડરને અવકાશમાં લોન્ચ કરવા માટે કરવામાં આવશે

ટેકનિકલ કારણોસર લોન્ચિંગ મુલતવી રખાયું પહેલા 14 ફેબ્રુઆરી નક્કી હતી

અમેરિકન સ્પેસ એજન્સી નાસા 52 વર્ષ પછી એટલે કે 1972 પછી પહેલીવાર ચંદ્ર પર પોતાનું અવકાશયાન લેન્ડ કરવા જઈ રહી છે.  આ મૂન લેન્ડરનું નામ ઓડીસિયસ છે.  તેને આઇ.એમ નામની કંપનીએ બનાવ્યું છે.  તેને આઇ એમ -1 મૂન લેન્ડર પણ કહેવામાં આવી રહ્યું છે.  લોન્ચિંગ 14મી ફેબ્રુઆરી 2024ના રોજ થવાનું હતું પરંતુ ટેકનિકલ કારણોસર તે મુલતવી રાખવામાં આવ્યું હતું.

Advertisement

આ પ્રક્ષેપણ ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટરથી કરવામાં આવ્યું હતું.  સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટનો ઉપયોગ ઓડીસિયસ લેન્ડરને અવકાશમાં લોન્ચ કરવા માટે કરવામાં આવ્યો છે.  આ મિશનનું નામ છે આઇ.એમ સ્પેસક્રાફ્ટ. જો બધું બરાબર રહેશે તો ચંદ્ર પર તેનું લેન્ડિંગ 22 ફેબ્રુઆરી 2024ના રોજ થશે.  નાસાએ આ કામ માટે આઇ.એમ સાથે 118 મિલિયન ડોલર એટલે કે 979.52 કરોડથી વધુનો કરાર કર્યો હતો.  આ પછી આઇ.એમ-એ ઓડીસિયસ મૂન લેન્ડર બનાવ્યું.  આ લેન્ડરને નાસાના કોમર્શિયલ લુનર પેલોડ સર્વિસીસ પ્રોગ્રામ હેઠળ બનાવવામાં આવ્યું છે.  કેપ કેનાવેરલ, ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ 39બી પરથી લોન્ચ કરવામાં આવશે.

સ્પેસએક્સ પાસે આ મિશનના પ્રક્ષેપણ માટે આ અઠવાડિયે માત્ર ત્રણ દિવસની લોન્ચ વિન્ડો હતી.  14 ફેબ્રુઆરીની લોન્ચ વિન્ડો બળતણને કારણે બગડી ગઈ હતી.  જો આજનું લેન્ડિંગ સફળ રહેશે તો આ લેન્ડર 22 ફેબ્રુઆરીએ ચંદ્રની સપાટી પર ઉતરશે.  આ પહેલા જાન્યુઆરીમાં પણ તેને લોન્ચ કરવાની તૈયારી હતી પરંતુ ખરાબ હવામાનને કારણે તેને મોકૂફ રાખવામાં આવી હતી.  આ કુલ 16 દિવસનું મિશન છે.  એટલે કે નોવા-સી ઓડીસિયસ લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતર્યા પછી 7 દિવસ સુધી કામ કરશે.  આ દુનિયાનું પહેલું ખાનગી કંપનીનું લુનર લેન્ડર છે, જે ચંદ્ર પર ઉતરવા જઈ રહ્યું છે.  કારણ કે આ પહેલા અમેરિકન એજન્સી નાસાએ તેનું છેલ્લું મૂન લેન્ડિંગ મિશન 1972માં અપોલો 17 કર્યું હતું.

જો બધું બરાબર રહેશે તો આ લેન્ડર 9 દિવસમાં ચંદ્ર પર પહોંચી જશે.  પરંતુ જો આજનું લોન્ચિંગ મુલતવી રાખવામાં આવે તો માત્ર એક વધુ દિવસની લોન્ચ વિન્ડો બાકી છે. અને તે 16મી ફેબ્રુઆરી છે.  આ પછી તે સાત દિવસ ત્યાં રોકાશે.  નાસા અને આઈએમ ઈચ્છે છે કે લેન્ડિંગ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સ્થિત માલાપર્ટ એ ક્રેટર પાસે થાય.  માલાપર્ટ ક્રેટર 69 કિલોમીટર પહોળું છે.  લેન્ડિંગ પછી, આ મિશન બે અઠવાડિયા પછી સમાપ્ત થશે.  કારણ કે ત્યાં અંધકાર હશે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.