Abtak Media Google News
  • આગામી દિવસોમાં તાપમાન સામાન્ય ઊંચું જવાની શક્યતાઓ છે અને કેટલાક ભાગોમાં પારો 35 ડિગ્રીની આસપાસ જવાની શક્યતા

Gujarat News : રાજ્યમાં હાલ ઠંડી આવન-જાવન કરી રહી છે અને બેવડી ઋતુના કારણે શરદી-ઉધરસ સહિતના રોગો વધી રહ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી પાંચ દિવસ રાજ્યનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે આ સાથે વરસાદની સંભાવનાઓ નથી. તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા છે પરંતુ હાલ જે પ્રમાણેની સ્થિતિ છે તેની સરખામણીમાં આગામી દિવસોમાં તાપમાન સામાન્ય ઊંચું જવાની શક્યતાઓ છે અને કેટલાક ભાગોમાં પારો 35 ડિગ્રીની આસપાસ જવાની શક્યતા છે. જોકે બીજીબાજુ એક મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ ફેબ્રુઆરીના અંતમાં ગુજરાત તરફ આવી રહી છે. જેની અસર ગુજરાત પર થવાની છે.

આ કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા રહેશે. આ દિવસોમાં ગુજરાતમાં તાપમાનમાં વધારો થશે. તો આ દિવસોમાં પવનની ગતિ પણ વધુ રહેશે. ફેબ્રુઆરી માસના છેલ્લા સપ્તાહમાં ઠૂંઠવી નાંખે તેવી ઠંડીનો સામનો કરવો પડી શકે છે. ઠંડીની સીઝનમાં મહત્તમ 14 ડિગ્રી સુધી પારો ગગડી શકે છે. તેમજ રાત્રી તાપમાનમાં પણ ઘટાડો થઈ શકે છે. હાલ તો ગુજરાતમાં મિક્સ ઋતુનું રાજ છે. આ સીઝન લોકોને ભમરાવી દે તેવી છે. સ્વેટર પહેરવું કે નહિ તે લોકોને સમજાતુ નથી. હવે ફેબ્રુઆરીના અંતમાં ઉત્તર ભારતથી આવતા પવન લોકોને ઠુઠવશે. શિયાળાની વિદાય થાય એ વચ્ચે ઉત્તર ભારત પરથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 19થી 25 ફેબ્રુઆરી સુધીમાં પસાર થશે. જેના લીધે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા થઇ શકે છે. આ પ્રકારનું વાતાવરણ ઉત્તર ભારતમાં રહેવાનું છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં ઉત્તર-પશ્ચિમી પવનો રહેશે. સવારે પવનની ગતિ વધુ હોય છે અને પછી બપોરના સમયે પવનની ગતિ ઘટી જાય છે જેના કારણે તાપમાનમાં ફરક અનુભવાઈ રહ્યો છે. હાલ તાપમાનમાં ત્રણ ડિગ્રી જેટલો વધારો થવાની શક્યતા છે. જેના કારણે તાપમાન 35 ડિગ્રી સુધી પહોચી જવાની વકી છે.

જો કે, ત્યારબાદ 21મીથી લઘુતમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે અને તેના કારણે સામાન્ય ઠંડી અનુભવાઈ શકે છે. 25થી 26 ફેબ્રુઆરીના સવાર અને સાંજે ઠંડી આવવાની શક્યતા રહેશે. આજે પણ રાજ્યના વિવિધ શહેરના લઘુતમ તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાતા પરોઢે ઠંડી વર્તાઇ હતી. મહત્તમ તાપમાન 33 ડિગ્રીની આસપાસ પહોંચી જતા ગરમી વર્તાઇ હતી. હવામાન ખાતાની આગાહી મુજબ દેશના ઉત્તર ભાગોમાં અસર જેવા મળશે જેના લીધે પહાડો પર ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારમાં ઠંડો પવન ફૂંકાવવાની શક્યતા છે. પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાયમેટનાજ ણાવ્યાં મુજબ એક પછી એક એમ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 17 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી વચ્ચે પહાડો પર પહોંચે તેવી શક્યતા છે.

જેનાથી હિમવર્ષાની સાથે સાથે વરસાદ પણ પડી શકે છે. હવામાન ખાતાની આગાહી મુજબ શુક્રવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જવા મળશે. જેના લીધે પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ચંડીગઢ, જમ્મુ અને કાશ્મીર તથા યુપી સહિત દિલ્હી એનસીઆરના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે પહાડી વિસ્તારોમાં બરફવર્ષાની શક્યતા છે. તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. હવામાન ખાતાએ બદલાતા હવામાનની સંભાવનાઓ ધ્યાનમાં લઈ સમગ્ર ઉત્તર ભારતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગાહી મુજબ ઉ.ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, અમુક વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ અને કરા પડી શકે છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાન ઘટી શકે છે.

અમદાવાદ 17.0
બરોડા 19.2
ભુજ 19.6
દીવ 16.6
દ્વારકા 23.6
ગાંધીનગર 16.6
નલિયા 16.0
પોરબંદર 18.1
રાજકોટ 19.4
સુરેન્દ્રનગર 17.6
વેરાવળ 20.3

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.