Abtak Media Google News

કોઇપણ સ્પેશસટલના લોંચિંગ બાદ તેનું વાપિસ ફરવું એ ખૂબ જ જોખમ ભર્યુ છે.યુએસ સ્પેસ એજન્સીના જણાવ્યા મુજબ ચંદ્રની ફરતે ચક્કર લગાવી નાસાનું પેહલુ આર્ટેમિસ -1 ચંદ્ર મિશન સમાપ્ત થવાનું છે કારણ કે અવકાશયાન, જે 16 નવેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું, તે ચંદ્રની આસપાસ તેની ત્રણ અઠવાડિયાની મુસાફરી પછી કેલિફોર્નિયાથી દૂર પેસિફિક મહાસાગરમાં સ્પ્લેશડાઉન થયુ છે.

Advertisement

નાસાનું ઓરિયન કેપ્સ્યુલ કે જે અવકાશમાં લોન્ચ કરવામાં આવ્યું હતું તે તેની પૃથ્વીના વાતાવરણમાં પરત ફર્યું છે અને ગઈકાલે એટલે કે 11 ડિસેમ્બર, રવિવારના રોજ રાત્રે 11.09 આ કેપ્સ્યુલ પ્રશાંત મહાસાગરમાં સ્પલેશ ડાઉન થયુ છે.ઓરિયન અવકાશયાન નાસાના આર્ટેમિસ-1 મિશનનો એક ભાગ છે, જે નાસાના માનવ ચંદ્ર મિશનનો પ્રથમ તબક્કો છે.

નાસાના આર્ટેમિસ ઈં મિશન મેનેજર માઇક સરાફિને સ્પ્લેશડાઉન પછી પત્રકારોને જણાવ્યું હતું કે, “આ એક પડકારજનક મિશન હતું, અને મિશનની સફળતા આના જેવી લાગે છે,” તેમણે ઉમેર્યું હતું કે તેમની ટીમે અવકાશમાંથી ઓરિઅનના પરત ફરવામાં તરત જ કોઈ સમસ્યા ધ્યાનમાં લીધી ન હતી.

નાસાના જોન્સન સ્પેસ સેન્ટરના ડિરેક્ટર વેનેસા વાયચે પત્રકારોને જણાવ્યું હતું. ચંદ્રની આસપાસની સફર દરમિયાન ઓરિઅનને કેટલાક અણધાર્યા સંચાર અંધારપટ અને વિદ્યુત સમસ્યાનો સામનો કરવો પડ્યો હોવા છતાં, નાસાએ સ્પેસ લોન્ચ સીસ્ટમ અને ઓરિઅન બંનેની અત્યાર સુધીની કામગીરીને ઉચ્ચ માર્કસ આપ્યા છે.”આ એક અસાધારણ રીતે સફળ મિશન રહ્યું છે,” નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને પત્રકારોને જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.