Abtak Media Google News
તેમનો પાર્થિવદેહ આજ રાત્રે રાજકોટ ખાતે લવાશે

ફિલ્ડમાર્શલ ગ્રુપ ના પોપટભાઇ પટેલ ના મોટા પુત્ર   ચંદ્રકાંતભાઈ પોપટભાઇ પટેલ ઉમર 66 પોંડિચેરી તેમના ડિસ્ટ્રીબુટર ને ત્યાં પત્ની કીર્તિબેનની સાથે લગ્ન પ્રસંગે હાજરી આપવા ગયેલા ત્યાં હૃદય રોગ નો હૂમલો આવતા તેમનું અવસાન થયેલ છે તેમના પિતા   પોપટભાઈ નરશીભાઈ પટેલ નું ગત 3 ઓગસ્ટ 2022 ના રોજ અવસાન થયેલ  હતુ. તેમને પરિવાર મા પત્ની કિર્તિબેંન તેમજ પુત્રી પ્રાચી તેમજ તેમના નાંના ભાઈ નીતિનભાઈ..દીપકભાઈ બેન શોભનાબેન ને વિલાપ કરતા છોડી ગયા..ઉપરાંત ફિલ્ડમાંર્શલ પરિવાર ના મોભી અને  પટેલ સેવા સમાજ પ્રમુખ   અરવિંદભાઈ પટેલ તેમજ રમેશભાઈ પટેલ જેઓ ફિલ્ડમાશલ છગનભાઈ પટેલ ના પરિવાર ને વિલાપ કરતા છોડી ગયા છે. ચંદ્રકાંતભાઈ પટેલ ની ડેડ બોડી ને રાત્રે રાજકોટ લાવશે તેવું જાણવા મળેલ છે.

ફિલ્ડ માર્શલ ગ્રુપના સ્વ. પોપટભાઈના પુત્ર ચંદ્રકાંતભાઈ પટેલનું 66 વર્ષની વયે અવસાન થયું હતુ. ઓઈલ એન્જીન ક્ષેત્રે ક્રાંતિ સર્જનારા ફિલ્ડ માર્શલ ગ્રુપના સ્થાપક સ્વ.પોપટભાઈ પટેલના પુત્રના અવસાનથી ઔદ્યોગીક એકમોના માલિકોમાં શોકનું  મોજુ ફરી વળ્યું હતુ. ડિઝલ એન્જીનની શરૂાઅતથી  લઈ  ઓર્ગેનીક ફર્ટીલાઈઝર તેમજ ઘરઘંટીથી માંડીને એરકુલર સહિતની વસ્તુઓ ફિલ્ડ માર્શલ દ્વારા બનાવવામાં આવી રહી છે તેમા ચંદ્રકાંતભાઈનો સહયોગ સાંપડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.