Abtak Media Google News

રાષ્ટ્રીય કેમીકલ્સ એન્ડ ફર્ટીલાઇઝર્સ લી.એ હવે આઇપીએ બેઝડ હેન્ડ વોશ જેલ બનાવ્યુંં છે. આ હાથ સાફ કરવાનું જેલ ચામડી માટે સારૂ છે અને ચામડીને ભેજ પુરો પાડે છે.ઇસો પ્રોપીલ આલ્કોહોલ વિટામીન-ઇ અને એલોવેરાના અર્ક ધરાવ્યું આ જેલ લીંબુની સુગંધ પણ આપે છે. રાષ્ટ્રીય કેમીકલ્સ એન્ડ ફર્ટીલાઇઝેર્ર બનાવેલું આ જેલ પ૦ તથા ૧૦૦ એમ.એલ. ની લીક ન થાય તેવા બોટલમાં ઉપલબ્ધ છે અને તેના ભાવ અનુક્રમે રૂ. રપ તથા ૫૦ છે. આ જેલ વિતરકોના નેટવર્ક મારફત આખા દેશમાં ઉ૫લબ્ધ છે. હાલમાં દેશભરમાં કોરોનાનો કહેર છે અને બજારમાં હાથ સાફ કરવાના તથા હાથ ચોખ્ખા રાખવાના પ્રવાહી કે જેલની પ્રબળ માંગ છે ત્યારે આ જેલ કોરોનાનો રોગચાળો રોકવા માટે સારો વિકલ્પ  બનશે તેમ રાષ્ટ્રીય કેમીકલ્સ એન્ડ ફર્ટીલાઇઝર લી.એ એક યાદીમાં જણાવ્યું છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.