Abtak Media Google News

ઉનાળાના મહિનાઓમાં ત્વચાની સ્થિતિ પણ ખરાબ થવા લાગે છે. સતત પરસેવો અને ધૂળને કારણે ત્વચા ઘણીવાર કાળી અને નિસ્તેજ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં, વિવિધ પ્રોડક્ટ્સ પર પૈસા વેડફવાને બદલે, કાકડીમાંથી બનાવેલ ફેસ પેકને ઘરે જ  એપ્લાઇ કરો.

Advertisement

બે થી ત્રણ વાર લગાવ્યા બાદ થી જ તમને તમારા ચહેરા પર ગ્લો દેખાવા લાગશે. તેથી જો તમે તમારા ચહેરાની નિસ્તેજતાથી પરેશાન છો તો આ ફેસ પેક ટ્રાઈ કરો.

ડેડ સ્કિન દૂર કરવા માટે

Unlock Radiant Summer Skin With These Refreshing Face Packs - Unlock  Radiant Summer Skin With These Refreshing Face Packs -

જો ચહેરા પર વધુ પડતી ડેડ સ્કિન હોય તો મુલતાની માટી સાથે કાકડી ફેસ પેકર ખૂબ જ અસરકારક છે. માત્ર બે ચમચી મુલતાની માટીને કાકડીના રસમાં મિક્સ કરીને ફેસ પેક તૈયાર કરો અને તેને ચહેરા પર લગાવો. આ પેક સુકાઈ જાય કે તરત જ ચહેરો ધોઈ લો. આ પછી ચહેરા પર મોઈશ્ચરાઈઝર લગાવો. મુલતાની માટી ત્વચામાંથી ડેડ સ્કિનને સરળતાથી દૂર કરશે. વધુમાં, કાકડી ત્વચાને અંદરથી હાઇડ્રેટ કરશે અને તેને તાજી દેખાવામાં મદદ કરશે.

કાકડીનો ફેસ પેક લગાવો

Can You Have Pale Skin And Still Be Considered Olive? It'S,, 56% Off

જો તમને તમારી ત્વચા પર ગરમીના કારણે બળતરા થતી હોય અને તમારી ત્વચા ડ્રાય થઈ જાય તો કાકડીની પેસ્ટ બનાવીને તેમાં દહીં મિક્સ કરો. આ ફેસ પેકને માત્ર ચહેરા પર જ નહીં પરંતુ ગરદન પર પણ લગાવો. તે ત્વચાના છિદ્રોને કડક કરશે અને તેને હાઇડ્રેટ પણ કરશે. જેના કારણે બળતરા દૂર થશે અને ચહેરા પર ચમક આવશે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.