Abtak Media Google News

ખોખડદડ નજીક ફેકટરીમાંથી ૬૦ બોટલ શરાબ સાથે એક ઝડપાયો

આજીડેમ ચોકડી નજીક આવેલા દીનદયાળ ઈન્ડસ્ટ્રીઝ અને ખોખડદડ પાસે મધુરમ ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા કારખાનાઓમાં પોલીસે વિદેશી દારૂના દરોડા પાડી બંને કારખાનામાંથી ૧૫૬૮ બોટલ ઝડપી દારૂ અને એકટીવા, મળી કુલ રૂા.૮.૧૧લાખનાં મુદામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. અને એક શખ્સની શોધખોળ હાથ ધરી છે. પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન તેઓને બાતમી મળી હતી કે આજીડેમ ચોકડી નજીક રાંદરડા તળાવની સામે દીનદયાળ ઈન્ડસ્ટ્રીઝમાં કારખાનામાં મોલીક ઉર્ફે ભોલો કાકડીયા નામના શખ્સે વિદેશી દારૂનાં જથ્થો છુપાવ્યો . જેથી કારખાનામાં દરોડો પાડતા વિદેશી દારૂની ૧૫૦૮ બોટલ દારૂ અને એકટીવા મળી આવ્યા હતા ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ.એચ. એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. વિજયસિંહ ઝાલા, જયેન્દ્રસિંહ પરમાર, રાજદિપસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ઝાલા, જગદીશભાઈ મેવાડા, હરદેવસિંહ જાડેજા અને યોગેન્દ્રસિંહ જાડેજા સહિત ના સ્ટાફે શરાબ અને એકટીવા મળી કુલ રૂા૮.૧૧ લાખના મુદામાલ સાથે નવા થોરાળા શેરી નં.૯માં રહેતો મૌલીક ઉર્ફે ભોલો ચંદુભાઈ કાકડીયા નામના શખ્સને ઝડપી લીધો છે. પોલીસની વિશેષ પૂછપરછ કરતા મૌલીક કાકડીયાએ નવીનભાઈ પટેલનું કારખાનું ભાડે રાખ્યું હતુ તેમજ તેની પાસે દારૂ કયાથી આવ્યો વગેરેનું વિશેષ તપાસ એએસઆઈ જે.એમ. પરમાર ચલાવી રહ્યા છે. જયારે બીજો વિદેશી દારૂનો દરોડો ખોખડદડ નજીક મધુરમ ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા મનસુખભાઈ હરસોડાના કારખાનામાં પાડી રૂા.૩૦ હજારની કિંમતની વિદેશી શરાબની૩૦ બોટલ ઝડપી થોરાળા પી.આઈ. જી.એસ. હડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.ડી. જાદવ ડો. કોન્સ્ટેબલ ભુપતભાઈ વસાણી, કોન્સ્ટેબલ વિજયભાઈ મેતા, જગદીશભાઈ ધોળકીયા, અને કનુભાઈ ઘેડ સહિતના સ્ટાફે જંગલેશ્ર્વરમાં રહેતા મનસુખભાઈ વાઘજીભાઈ હરસોડા નામના શખ્સને ઝડપી લઈ તેની દારૂ અંગે પૂછપરછ કરતા વિદેશી દારૂ તેને રેલનગર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતો ભાવેશ ઉર્ફે કુરકુરીયો મહેશભાઈ ગોહેલ નામનો શખ્સ કારખાનામાં સાચવવા દઈ ગયાની કબુલાત આપતા પોલીસે ભાવેશ ગોહેલની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.