Abtak Media Google News

11 ઓક્ટોબર સુધીમાં 11 રાજ્યો વચ્ચે ફાઈનલ સહિત 40 મેચ સાથે રાજકોટમાં હોકી ફીવર સર્જાશે

ઈન્ડિયા, જુડેગા ઈન્ડિયા’ની થીમ સાથે ગુજરાતમાં નેશનલ ગેમ્સની શરૂઆત થઈ ચુકી છે ત્યારે રાજકોટ ખાતે હોકીની રમતો આવતીકાલથી સવારે 7.15 વાગ્યાથી મેજર  ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ, રેસકોર્સ ખાતે યોજાશે. પ્રથમ મેચના પ્રારંભ સાથે સાંજના 6 વાગ્યા સુધી જુદીજુદી 6 ટીમ વચ્ચે હોકી ખેલનો જંગ જામશે. મહિલા હોકી ટીમમાંથી ઓડીસા અને ઉત્તર પ્રદેશ, હરિયાણા અને ગુજરાત, કર્ણાટક અને પંજાબ, ઝારખંડ અને મધ્યપ્રદેશ તથા પુરુષ હોકી ટીમમાંથી તમિલનાડુ અને ઝારખંડ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશના ખેલાડીઓ વચ્ચે  પ્રથમ દિવસે મુકાબલો થશે.

હોકીની રમતમાં ગુજરાત, ઓડીસા, કર્ણાટક, હરિયાણા, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, પંજાબ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ સહીત કુલ 11 રાજ્યોના હોકી ખેલાડીઓ વચ્ચે 40 જેટલા મેચ માટે સાથે રાજકોટમાં હોકી ફીવર સર્જાશે. મહિલા ફાઈનલ મુકાબલો તા. 11 ઓક્ટોબરે બપોર પછી 1.30 કલાકે તેમજ પરુષ ટીમની ફાઈનલ બપોરે 3:30 કલાકે રમાશે.

Indian Hpckey 1

આ માટે જરૂરી સંલગ્ન તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગયેલ છે. સ્ટેડિયમ ખાતે પ્રેક્ષકો, વી.આઈ.પી. , મીડિયા સહિતની બેઠક વ્યવસ્થા, ખેલાડીઓ તેમજ ઓફિસિયલ્સ માટે ગ્રીન રૂમ, ભોજન કક્ષ સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

36 મી નેશનલ ગેમ્સ અંતર્ગત રાજકોટ ખાતે  હોકી ટીમો આવી રહી છે. જેમાં ભારતીય મહિલા હોકી ટીમની સર્વાધિક ખેલાડીઓની હરિયાણા ટીમ પણ રાજકોટ ખાતે  આવી પહોંચી છે. જેમણે આજે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે નેટ પ્રેક્ટિસ કરી હતી.

હરિયાણા ટીમના સવિતા પુન્યા કે જેઓ ભારતીય ટીમના કેપ્ટન અને ગોલ કીપર છે, તેમની સાથે ભૂતપૂર્વ કેપ્ટન રાણી રામપાલ, મોનીકા મલિક સહિતની ટીમ સાથે કોચ ગુરુબાજ સિંઘ, વીરેન્દ્ર તેમજ આનંદ આવેલા છે. ભારતીય હોકી ટીમે હાલમાં જ કોમનવેલ્થ ગેમ્સમાં સારું પ્રદર્શન કર્યું હતું. સવિતા પુન્યા, મોનીકા મલિક અર્જુન એવોર્ડથી સન્માનિત થયેલા છે. જયારે રાની રામપાલ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત થયેલા છે.

Indian Hpckey 2

 

ભારતીય મહિલા હોકી ટીમ અંગે કેપ્ટને જણાવ્યું હતું કે , હાલ ભારત ટીમ ખુબ સારું પ્રદર્શન કરી રહી છે. ભારતીય ટીમનું ફ્યુચર બ્રાઇટ છે. આગમી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેળવી ઓલમ્પિક માટે ક્વોલિફાય થવાનું સ્વપ્ન સાથે આવનારા દિવસોમાં ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરી ટોપ પોઝિશન મેળવશે તેઓ આશાવાદ તેમણે દર્શાવ્યો હતો.

ખેલાડી તેમજ ટીમને શ્રેષ્ઠ પ્રદર્શન માટે ક્યાં ગુણો હોવા જોઈએ તે અંગે પ્રતિભાવ આપતા હરિયાણાના સિર્સા જિલ્લાના જોધકા એવા નાના ગામમાંથી આવેલી સવિતા જણાવે છે કે, ખાસ તો ડેડિકેશન અને રાઈટ માઈન્ડ સેટ સાથે ખેલાડીએ મેદાનમાં ઉતરવું જોઈએ. સાથે તેમના પરિવારનો સપોર્ટ ખુબ જ હોવો જરૂરી છે. બાળકો પર પરફોર્મન્સ માટે દબાણ ન કરવા તેમણે જણાવ્યું હતું.

નેશનલ ગેમ્સમાં અન્ય યુવા પ્રતિભાઓને  પ્રોત્સાહન  અને પ્રેરણા મળતી હોય અમારા માટે નેશનલ ગેમ્સ પણ એટલી જ મહત્વની હોવાનું જણાવ્યું હતું. હાલના સમયમાં દરેક ખેલાડી તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા કટિબદ્ધ હોય નેશનલ ગેમ્સમાં સિલ્વર પ્રાપ્ત કરેલ હરિયાણા ટીમ દરેક ટીમને સમાન પ્રતિસ્પર્ધી તરીકે જુએ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.