એસબીઆઈની વિવિધ રાજ્યોની 11ટીમો વચ્ચે હોકી ટુર્નામેન્ટનો આરંભ

સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલયના હોકી ગ્રાઉન્ડમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની દેશભરમાંથી ટીમો આવી ખેલ દેખાડશે તે ખુશી વાત: ડો. ગિરીશ ભીમાણી

અબતક, રાજકોટ

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોકી ગ્રાઉન્ડ ખાતે હોકી ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે.સમગ્ર દેશ માંથી કુલ 11 રાજ્ય વચ્ચે SBI હોકી ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.SBI બેંક ના અમદાવાદ સર્કલના  ચીફ જનરલ મેનેજર સમશેરસિંહ ,સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ ડો.ગિરીશ ભીમાણી ,ડિજીએમ રાજકોટ એડમિટ વિનોદ અરોરા સહિતના અધિકારીની ઉપસ્થિતી માં આ ટુર્નામેન્ટનો રંગેચંગે પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ ટુર્નામેન્ટ માં  અમદાવાદ , લખનૌ, પટના, કોલકતા, દિલ્હી, હૈદરાબાદ ,ચેન્નાઈ, ચંદીગઢ, ભોપાલ , બેગલોર, અમ્રાવતી  સહિત કુલ 11 ટિમો વચ્ચે જંગ જામશે.

 

દેશની રાષ્ટ્રીય રમત “હોકી ” ટુર્નામેન્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 5 દિવસ ચાલશે

SBI વિશ્ર્વનિયતા દેશભરમાં અડીખમ: સમશેરસિંહ

(ચીફ જનરલ મેનેજર, અમદાવાદ સર્કલ )

 

SBI બેંકના અમદાવાદ સર્કલના ચીફ જનરલ મેનેજર સમશેરસિંહે જણાવ્યું હતું કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા કબડી, વોલીબોલ , હોકી, ક્રિકેટ સહિતની તમામ ટુર્નામેન્ટ કરે છે.હોકી આપણી રાષ્ટ્રીય રમત છે. જેની ટુર્નામેન્ટ આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોકી ગ્રાઉન્ડ ખાતે શરૂ થઈ છે.હોકી ટુર્નામેન્ટનું આયોજન અમદાવાદ સર્કલ દ્વારા કરવામાં આવ્યું છે.ભારતના 17 સર્કલ માંથી 11 સર્કલની ટિમ વચ્ચે હોકી ટુર્નામેન્ટ શરૂ થઈ છે જેની ઓપનિંગ સેરેમની યોજાયેલ છે. દરેક ટિમ માં 15 ખેલાડીઓ છે દેશભરમાંથી 165 ખેલાડીઓ અહીં રાજકોટ ખાતે રમવા આવ્યા છે.ટિમ સ્પિરિટ સાથે ખેલાડીઓ અહીં રમશે.આ કાર્યક્રમ પણ આઝાદીના અમૃત મહોત્સવ સાથે જોડાયેલ છે.