Abtak Media Google News

મારવાડી યુનિવર્સિટી ખાતે આજથી શરૂ થતી સ્પર્ધામાં સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટનાં ન્યાય મૂર્તિ રહેશે ઉપસ્થિત

રાજય સભાના પૂર્વ સાંસદ તેમજ વકીલાતના જગતમાં માધાતા  અને ખ્યાતનામ ધારાશાસ્ત્રી સ્વ . અભયભાઈ ભારાજની સ્મૃતીમાં રાજકોટની મારવાડી યુનિવર્સિટી દ્વારા આજથી શરૂ થઈ રહેલી રાષ્ટ્ર કક્ષાની મુટકોર્ટ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવિ રહ્યું છે . આ સ્પર્ધામાં ભારતભરની લો- કોલેજોમાંથી લગભગ 100 થી વધારે વિધાર્થીઓ ભાગ લઈ રહીયા છે . ગુજરાત  અને ભારતના પ્રખ્યાત કાયદા વિષેાગ્યો અને હાઈકોર્ટ  સુપ્રિમકોર્ટ ના ધારાશાસ્ત્રીઓ આ સ્પર્ધામાં જજ તરીકે ભાગ લેવાના છે .

Advertisement

આ કાર્યક્રમના વેલીડીટરી સેશનમાં સુપ્રિમકોર્ટના ન્યાયાધીશ જસ્ટીસ એમ.આર શાહ ની મુખ્ય ઉપસ્થીતી તેમજ હાઈકોર્ટના ન્યાયાધીશ  જસ્ટીસ નિરલભાઈ મહેતા  વિષેશ હાજરી રહેશે . તેમજ રાજકોટ સૌરાષ્ટ્રના નામાંકીત વકીલો પણ હાજર રહેવાના છે. સ્વ . અભયભાઈ ભારદ્વાજ ખુદ એક કાયદાની યુનિવર્સીટી સમાન ગણાતા કે જેઓની હેઠળ 350 થી પણ વધુ વકીલો તૈયાર થયા છે .

સ્વ. અભયભાઈ ના જુનિયરોે ડીસ્ટ્રીકટ કોર્ટના જજો છે . હાઈકોર્ટ  સુપ્રિમકોર્ટના નામાંકિત વકીલો છે . તેમજ સૌરાષ્ટ્ર – ગુજરાતની ટ્રાયલ કોર્ટોમાં વકીલાત ક્ષેત્રે વર્ચસ્વ ધરાવે છે .  સ્વ. અભયભાઈ કે જેઓએ પોતાનું સમગ્ર જીવન નવા વકીલો ઘડવામાં વિતાવ્યું તેઓની સ્મૃતિમાં કાયદાના વિધાર્થીઓ માટે મુટકોર્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે સ્વ . અભયભાઈના પરિવા2માં , તેમની ઓફિસમાં , તેમજ સમગ્ર વકીલ આલમમાં હર્ષની લાગણી અનુભવાઈ રહી છે . આ કાર્યક્રમમાં વધુને વધુ વકીલો હાજર રહી અને મુટકોર્ટનો લાભ તેમજ લો કોલેજના વિધાર્થીઓને પણ લાભ રહે તે માટે વિષેશ આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.