Abtak Media Google News

હોમ ડીલેવરી આજે લોકોની પહેલી પસંદ બની છે. ઓનલાઈન ખરીદી કર્યા બાદ હોમ ડીલેવરીનું પ્રમાણ વધતા લોકોને રોજગારી પણ મળી રહે છે ત્યારે સુરતમાં લાલ બત્તી સમાન કિસ્સો સામે આવતો છે જેમાં ડીલેવરી કરવા આવેલ યુવકે યુવતીને એકલી જોઈને છેડતી કરતા લોકોએ મેથીપાક ચખાડાયો હતો.

https://www.instagram.com/reel/CtLT6wmIHFN/?utm_source=ig_web_copy_link&igshid=MmJiY2I4NDBkZg==

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સુરતના ભટાર વિસ્તારમાં આવેલા ઉમરાવનગરની છે જ્યાં હેતી યુવતીએ ઓનલાઈન ખરીદી કરીને સમાન મંગાવ્યો હતો. ડીલેવરી કરવા આવેલા યુવકે યુવતીની એકલતાનો લાભ લઈને છેડતીનો પ્રયાસ કર્યો હતો. જેથી યુવતીએ બૂમાબૂમ કરી હતી અને આસપાસમાંથી લોકોને એકઠા કરી લીધા હતા. તેથી યુવતીનો બચાવ થયો હતો અને એકઠા થયેલા લોકોએ યુવકને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો.

આસપાસના લોકોએ યુવકને મેથીપાક ચખાડ્યો ત્યારબાદ પોલીસને ફોન કરીને જાણ કરી હતી. જેથી પોલીસના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને યુવકને સાથે લઈ ગયા હતા. બીજી તરફ સમગ્ર વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો યુવતીની હિંમતને બિરદાવી રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.