Abtak Media Google News

કોરોનામાં ફરજિયાત માસ્ક પહેરવાની ગાઈડલાઈનથી લોકો માટે માસ્ક બનાવી નિ:શુલ્ક વિતરણ કરી રહ્યા છે

દેશ એક મજબુત લડાઈ કરી રહ્યો હોય ચાહે દુશ્મનો સામે હોય કે કોઈ ગંભીર રોગ સામે તેમાં આપણે કદાચ દુશ્મનો વચ્ચે કે કોઈ રોગની દવા શોધવામાં મદદરૂ પ ન પણ થઈ શકીએ પરંતુ જે લડાઈ ચાલતી હોય તેમાં માત્ર જુસ્સો અને યથાયોગ્ય સહકાર આપીએ તો પણ આપણી સાચી રાષ્ટ્રભકિત સાર્થક ગણાય છે. આવી જ રાષ્ટ્રભકિત અમદાવાદના એક ૭૦ વર્ષીય બિઝનેસમેને દરજી બની સાર્થક કરી છે.

અહીં વાત કરીએ છીએ અમદાવાદના સ્વસ્તિક કૃષિ પોલી પાઈપ્સ પ્રા.લિ.નાં ચેરમેન નટુભાઈ વાઘેલા (દરજી)ની કે જેમણે પરંપરાગત બાપ-દાદાનો ટેઈલરીંગનો વ્યવસાય મુકયાને ૩૫ વર્ષ જેટલો સમય વિત્યો હોવા છતાં આજે દેશનાં લોકો માટે ફરીથી આ ટેઈલરીંગ કામ શરૂ  કર્યું છે. અમદાવાદમાં વધતા કોરોનાના ફુંફાડા સામે તંત્રએ ફરજીયાત માસ્ક પહેરવા માટેની ગાઈડ લાઈન જાહેર કરી રૂ ા.૫૦૦૦ સુધીનો દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે ત્યારે નટુભાઈ વાઘેલાએ પુત્રવધુની પ્રેરણાથી ૩૫ વર્ષ પૂર્વેનું જુનુ ટેઈલરીંગનું કામ શરૂ  કરી ઘરે પોતે માસ્ક બનાવી નિ:શુલ્ક સામાન્ય લોકોને વિતરણ કરી રહ્યા છે.

આ અંગે નટુભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, સિલાઈ કામ એ અમારો પરંપરાગત વ્યવસાય છે. ૧૯૮૪ પહેલા પાઈપલાઈનની કંપની શરૂ  કરતા પહેલા કૃષ્ણનગરમાં જેન્ટસ ટેઈલરીંગની દુકાન હતી. આજે આ માસ્ક બનાવવાનું કામ ૩૫ વર્ષે શરૂ  કરતા એ વખતના સ્મરણો તાજા થયા છે. ૩૫ વર્ષ પછી હવે હાથ બેસવો થોડો અઘરો છે પરંતુ લોકોની પરિસ્થિતિને જોતા ધીમે ધીમે પણ આ કામ કરવાની શકિત મળી રહી છે. એ વખતના સમયે ચલાવેલી પરંપરાગત દરજીની કાતર અને હાલ ઘરમાં પડેલી કાતર ચલાવવામાં ઘણો તફાવત છે એમ છતાં દરરોજ પાંચેક કલાક સિલાઈ કામ કરતા ૨૦ થી ૨૫ માસ્ક બની જાય છે અને આ માસ્ક શાકભાજી, દુધવાળાઓને નિ:શુલ્ક આપી રહ્યો છું. આ સેવામાં પણ મને રાષ્ટ્રસેવાના આનંદની અનુભૂતિ થઈ રહી છે.

  • પુત્રવધુએ માસ્ક બનાવવાનો વિડીયો બતાવ્યો અને તુરત માસ્ક બનાવવાનું શરૂ કર્યુંં

3 4

૩૫ વર્ષ પછી નટુભાઈને રાષ્ટ્રસેવામાં યોગદાન આપવાના પ્રેરણાદાયક કાર્યમાં તેમના પુત્રવધુ શિવાંગી દર્શન વાઘલાનો સાથ છે. આ અંગે તેમના પુત્રવધુ શિવાંગીબેનને પુછતાં કહ્યું હતું કે, લોકડાઉનમાં નવરા હોવાથી ઘર કામ પત્યા પછી મોબાઈલમાં કોઈ ક્રિએટીવ વસ્તુના વિડીયો જોઈ રહી હતી તો તેમાં માસ્ક બનાવવાનો વિડીયો જોતા પરંપરાગત જ્ઞાતિધર્મ યાદી આવી જતા આ વિડીયો પપ્પા (સસરા)ને બતાવ્યો અને માસ્ક કેવી રીતે બને છે તે તેમણે પણ જોયું પછી તુરંત જ ઘરમાં પડેલુ કાપડ શોધી માસ્ક બનાવવાની ટ્રાઈ કરતા સારું એવું માસ્ક બન્યું હતું. પપ્પાનો હાથ બેસી જતા હવે વધુ માસ્ક બનાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.