Abtak Media Google News

સીસીટીવીના આધારે શખ્સને ઉઠાવી લેતી પોલીસ: સાંજે પત્રકાર પરિષદ

ઉપલેટામાં આવેલી ક્રિષ્ના શૈક્ષણીક સંકુલમાં બે દિવસ પૂર્વે મળી આવેલા પાર્સલ બોમ્બની ઘટનાનો પોલીસે ભેદ ઉકેલી શખ્સને ઝડપી લીધો છે. આ અંગે સાંજે એસ.પી.કચેરી ખાતે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ ઉપલેટા ખાતે આવેલી ક્રિષ્ના શૈક્ષણિક સંકુલમાંથી કુરીયર મારફતે આવેલા પાર્સલ બોમ્બ મળી આવતા જે અંગેની જાણ સ્કૂલના સંચાલક વલ્લભભાઈ ડોબરીયાએ સ્થાનિક પોલીસને જાણ કરતા જિલ્લા પોલીસ વડા બલરામ મીણા સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા. આ પાર્સલ બોમ્બનો ભેદ ઉકેલવા માટે એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો બનાવી હતી.

પાર્સલ બોમ્બ અમરેલી એસટી સ્ટેન્ડમાંથી આવ્યો હોવાના આધારે પોલીસ દ્વારા અમરેલી એસટી ડેપોના સીસીટીવી ચેક કરતા જેમાં એક શકમંદ શખ્સ દેખાતા જેની ઓળખ મેળવી અને પોલીસે તેને ઝડપી લીધો છે. આ અંગેની વધુ વિગત રૂરલ એસપી કચેરી ખાતે સાંજે ૪:૩૦ વાગ્યે પત્રકાર પરિષદમાં વિગતો આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.