Abtak Media Google News

ન્યુ લાઇફ હોસ્પિટલના  નિષ્ણાંતની સફળ સર્જરી

કોરોના વાઇરસને કારણે તમામ મોટા શહેરમાં ડોકટરો પોતાની પ્રેકટીરા છોડી દર્દીની પરવા કર્યા વગર પોતાની સલામતીની શોધમાં લાગી ગયા છે. ત્યારે આવા કોરોના રોગની મહામારી વચ્ચે શહેરની ખ્યાતનામ ન્યુ લાઇફ હોસ્પિટલના ડો. બ્રિજેશ માંડિયાની દર્દી પ્રત્યેની માનવતા રંગ લાવી. દર્દીને નવું જીવન આપ્યું હતું.

શહેરમાં બંધ પડી ગયેલ હૃદયને ધબકારા આપી. ચાલુ કરવામાં ન્યુ લાઇફ હોસ્પિટલમાં ખાખી જાળિયા ગામના વિજયસિંહ ચૂડાસમા નામના દર્દીને છાતીમાં દુખાવો ઉપડતા લઇ આવવામાં આવેલ. દર્દી હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ વેઇટિંગ એરિયામાં દર્દી બે ભાન અવસ્થામાં આવી પડતા ચેમ્બરમાં અન્ય દર્દીને તપાસી રહેલા ડો. બ્રિજેશ મોડિયા પીપીઇ કટર પર્દરી તાત્કાલીક દર્દીને ઇમજન્સી મમાં લઇ જઇ હૃદય જોતા. શ્ર્વાસ અને ધબકારા બંધ થઇ ગયા હતા સમય પારખી એક પણ પળનો વિલંબ કર્યા વગર બંધ થઇ ગયેલે હૃદયને ચાલું કરવા  મશીનથી બે વખત શાર્ટ આપી પંપીગ કરી તાત્કાલિક આઇસીયુમાં દાખલ કરવો પણ સારવાર દરમ્યાન ફરી હૃદય બંધ પડી જતા ડો. બ્રિજેશ મોડિયા હિંમત હાર્યા વગર દર્દીની જીંદગી કેમ બચાવવી તેવા મકકમ વિચાર સાથે ફરીથી ત્રણ વખત શોર્ટ આપી પંપીંગ કરતા નળી ખોલવાનું ઇન્જેકશન આપી. દર્દી વિજયસિંહનો જીવ બચવવામાં સફળ થયા હતા ત્યાર બાદ દર્દીને રાજકોટ એન્જિયોગ્રાફી માટે મોકલેલ હતા. હાલ કોરોનાની મહામારી વચ્ચે પણ નાના તાલુકા લેવલે હજી ડોકટરોની માનવતા ખરી પડી નથી તે ડો.બ્રિજેશ મોડિયાએ કરેલી દર્દીની સારવાર ઉપરથી ફલિત થાય છે. અત્રે  ઉલ્ખનિય છે કે ડો. બ્રિજેશ મોડિયા આ વિસ્તારમાં એક સવાભાવી ડોકટરનું દર્દીમાં માન ભર્યુ સ્થાન ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.