Abtak Media Google News

સતત બારમાં વર્ષે પારિવારિક માહોલમાં યોજાનારા ખોડલધામ નવરાત્રી મહોત્સવ સંસ્કૃતિ પ્રિય પરિવાર માટે “હોટ ફેવરેટ”

ગુજરાત સહિત દેશભરમાં ર6 સપ્ટેમ્બરથી પ્રારંભ થનાર નવરાત્રી મહોત્સવની રાહ જોવાઈ રહી છે ત્યારે રાજકોટમાં સતત બારમાં વર્ષે આ વર્ષે પણ ખોડલધામ કાગવડ દ્વારા આયોજિત ખોડલધામ નવરાત્રી મહોત્સવ ર0રર રાજકોટ નોર્થ ઝોનમાં તૈયારીઓ ચાલી રહી છે અબ તકની મુલાકાતે આવેલા નોર્થ ઝોનના પ્રમુખ રાજેશભાઈ પરસાણા, નીલદીપભાઈ તળાવીયા, કિશોરભાઈ પામભર,ચેતનભાઇ સગપરીયા, જયેશભાઈ દુધાત્રા, મનસુખભાઈ વેકરીયા, વિજયભાઈ ઝાલાવાડીયા, અશ્વિનભાઈ પાભર, રાજેશભાઈ, રમેશભાઈ સખીયા, નિલેશભાઈ વિરાણી, શૈલેષભાઈ રંગાણી, અરવિંદભાઈ અસલાલીયા, મનોજભાઈ સાકરીયા, જયસુખભાઈ મારડિયા, મનીષભાઈ ફળદુ, નંદલાલભાઈ પરસાણા, અને વિપુલભાઈ ઉંધાડે જણાવ્યું હતું કે ર6 સપ્ટેમ્બરથી નવરાત્રી મહોત્સવ નું પ્રારંભ થઈ રહ્યું છે ત્યારે રાજકોટમાં સતત બારમાં વર્ષના આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

Dsc 2408

રાજકોટના નવા 150 ફૂટ રીંગ રોડ પાર્ટી પ્લોટ વાળા રોડ ખાતે કણકોટ રોડ કોર્નર પર સવા લાખ ચોરસ ફૂટ ગ્રાઉન્ડમાં80000 ચોરસ ફુટ પ્લેગ્રાઉન્ડ એરિયામાં આશરે 10.000 ખેલૈયાઓ આરામથી રમી શકે તેવા ઝાઝરમાં આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતમાં નંબર વન આવે એવી ષબહ વી આર એક્સ મોડેલ ની આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને દેશ વિદેશમાં ખ્યાતિ મેળવનાર ગાયક કલાકારોમાં દેવભટ્ટ ,હિના મીર, જય દવે વૈશાલી ગોહલ મેગા વિસ્તાર ઓરકેસ્ટ્રાને મિલન ગોહિલ સાથે બ્રધર્સ બીટનાન ખેલૈયાઓને ધૂમ મચાવીને ડોલાવશે એન્કરિંગ માટે લેડી મીરા દોશી મહિયરની સેવા પણ ખેલૈયાઓને મળશે આ આયોજનમાં પારિવારિક માહોલ અને સુરક્ષા ના કવચ વચ્ચે રાસ ઉત્સવનો આનંદ માણી શકાય તે માટે બેસ્ટ સિક્યુરિટી, સીસીટીવી કેમેરા વિશાલ પાર્કિંગ અને સંયુક્ત સેવકોની મોટી ફોજ વ્યવસ્થામાં તેનાત કરવામાં આવી છે આ મહોત્સવને સફળ બનાવવા ખોડલધામ ટ્રસ્ટ કાગવડ  રાજકોટ ઝોનની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.