Abtak Media Google News

જામનગર ખાતે દેવભૂમિ દ્વારકાજિલ્લાના 15 ગામોમાં 10 હજારથી વધુ લાભાર્થીઓ જોડાઈને વ્યાપક   સપાટી પરના જળ સંગ્રહ, ભૂગર્ભજળ રિચાર્જ અને  ટપક સિંચાઈ પધ્ધતિની 5 હજાર હેકટર જમીનમાં પરિવર્તન લાવવામાં નયારા એનર્જીની મહત્વની ભૂમિકા

નવા યુગની ડાઉનસ્ટ્રીમ ઊર્જા અને પેટ્રોકેમિકેલ કંપની નયારા એનર્જીને સીઆઈઆઈ નેશનલ એવોર્ડ્સ ફોર એક્સેલન્સ ઇન વોટર મેનેજમેન્ટ 2021 ની 15 મી આવૃત્તિમાં ’ બિયોન્ડ ધ ફેન્સ ’ કેટેગરી હેઠળ વિજેતા જાહેર કરવામાં આવી છે. કંપનીને વિશેષ રૂપથી જળ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં સતત વિકાસ માટે મહત્ત્વપૂર્ણ સિદ્ધિઓ તથા પ્રયત્નો માટે સન્માનિત કરવામાં આવી છે અને તે જે સમાજમાં કાર્ય કરે છે તેમને આર્થિક, સામાજિક અને પર્યાવરણીય લાભો પહોંચાડવામાં તેની સકારાત્મક ભૂમિકા છે .

દેવભૂમિ દ્વારકા જિલ્લાના 15 ગામોના સ્થાનિક લોકોના સામાજિક – આર્થિક પરિમાણોને ઉત્થાન આપવાનું લક્ષ્ય નયારા એનર્જીએ તેની મુખ્ય પહેલ ગ્રામસમૃદ્ધિ મારફતે રાખ્યું છે . આ કાર્યક્રમ એક સમાવિષ્ટ , બહુપક્ષીય અભિગમ ધરાવે છે જે સમુદાયના તમામ વર્ગોની કાળજી રાખે છે . આ કાર્યક્રમ હેઠળની વિવિધ પહેલ લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે , જે તેઓને નિરંતર પાણીની ઉપલબ્ધતા અંગે આવકનું સર્જન કરતા કાર્યક્રમો અને પરિયોજના સુધી પહોંચવાની તક પુરી પાડે છે .

આવનારા થોડા વર્ષોમાં આ વિસ્તારના 11000 હેક્ટરમાં જળ સંસાધન વિકાસને આગળ ધપાવવાના પ્રયાસ સાથે નયાર એનર્જીએ જાહેર – ખાનગી ભાગીદારીમાં ગુજરાત સરકાર સાથે વર્ષ 2019 માં હાથ મેળવ્યા હતા . આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 15 ગામોમાં 10,000 થી વધુ લાભાર્થીઓ સાથે જોડાઈને વ્યાપક સપાટી પરના જળ સંગ્રહ , ભૂગર્ભજળ રિચાર્જ અને ટપક સિંચાઈ પદ્ધતિની રજૂઆત કરીને 5,000 હેક્ટર જમીનમાં પરિવર્તન લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે . લાભાર્થીઓમાં ઘણી મહિલાઓનો પણ સમાવેશ થાય છે .

એવોડે પ્રાપ્તિ અંગે નારા એનર્જીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એલોઈસ વિરાગે જણાવ્યું હતું કે ,  એક જવાબદાર કોર્પોરેટ તરીકે નયારા એનર્જી વાડીનાર રિફાઈનરી અને તેની આસપાસના સમુદાયોના સામાજિક – આર્થિક ઉત્થાનની દિશામાં સતત કામ કરી રહી છે . છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમે આ ક્ષેત્રના લોકોને લાભ થાય તે માટે મજબૂત હિસ્સેદારોની ભાગીદારી અને સામાજિક જવાબદારીઓના વ્યૂહાત્મક સંકલનના માધ્યમથી નિરંતર વિકાસ કાર્યક્રમોને ચેમ્પિયન બનાવ્યા છે . સીઆઈઆઈ તરફથી આ પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રાપ્ત કરવા માટે અમે ગૌરવ અનુભવી રહ્યા છીએ જે સ્થાયી આજીવિકાનો અવસર , અસરકારક જળ સંસાધન વ્યવસ્થાપન અંગેના ઉકેલો અને સંપન્ન સ્થાનિક સમાજ નિર્માણ કરવા માટે સમાવિષ્ટ વિકાસ તરફે સકારાત્મક અને માપવા યોગ્ય અસર લાવવાના અમારા પ્રયાસને માન્યતા પ્રદાન કરે છે .

” ગુજરાતના વાડીનારમાં કંપની ભારતની બીજી સૌથી મોટી સિંગલ – સાઇટ રિફાઇનરીની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે જેની વર્તમાન ક્ષમતા વાર્ષિક 20 મિલિયન મેટ્રિક ટન છે અને તે ભારતના રિફાઇનિંગ આઉટપુટના આશરે 8 % ઉત્પાદન કરે છે . રિફાઈનરી અને ડેપોની આજુબાજુના સમાજ માટે તેમની ’ પસંદગીનો પાડોશી ’ હોવાને કારણે કંપનીએ સમુદાયોને મદદ કરવા અને સશક્તિકરણ કરવા માટે અનુકૂળ ટકાઉ ઉકેલો વિકસાવ્યા છે . કૃષિ સમુદાયને ટેકો આપવા માટે નયારા એનર્જીએ આબોહવા – સ્માર્ટ કૃષિ પદ્ધતિઓ , સંકલિત જળ સંસાધન વ્યવસ્થાપન , પશુપાલન અને સંલગ્ન પ્રવૃત્તિઓ પર વિવિધ પ્રોજેક્ટ હાથ ધર્યા છે જેણે આજીવિકા પૂરી પાડવા અને પ્રદેશની સામાજિક – આર્થિક સ્થિતિ સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

જાહેર – ખાનગી સંસ્થાઓની ભાગીદારીની સાથે જળ – કાર્યક્ષમ કંપનીઓની શ્રેષ્ઠ સિદ્ધિઓ અને સમાજની સાથે સાથે ચેમ્પિયન ઉદ્યોગનો જળ સંસાધન વ્યવસ્થાપન ક્ષેત્રમાં સર્વોત્તમ અભ્યાસ મોટા અને વ્યાપક પ્રમાણમાં અપનાવા માટે પ્રોત્સાહિત કરવા સીઆઈઆઈ નેશનલ એવોર્ડ્સ ફોર એક્સેલન્સ ઇન વોટર મેનેજમેન્ટ માન્યતા આપે છે . 00000

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.