Abtak Media Google News

રાજકોટ એન.સી.સીના ગ્રુપ દ્વારા તમામ એન.સી.સીના એસોસિયેટ NCC ઓફિસર્સ (ANO’S) કોન્ક્લેવનું આજરોજ રાજકુમાર કોલેજમાં ભાવસિંહજી હોલ ખાતે રાજકોટ એન.સી.સીના ગ્રૃપ કમાન્ડન્ટ બ્રિગેડિયર સંજય એસ.ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું.

એન.સી.સીના એસોસિયેટ ઓફિસરોની રાજકુમાર કોલેજ ખાતે મંત્રણા બેઠક યોજાઈ

Ncc To Admit 33% Girls In Boys Battalion: Brigadier Sanjay S.
NCC to admit 33% girls in boys battalion: Brigadier Sanjay S.

આ તકે બ્રિગેડિયર સંજય એસ. એ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં રાજકોટ એન.સી.સીના ગ્રુપ ખૂબ સારુ કામ કરી રહ્યું છે. એન.સી.સી. માટે આવનારા બે-ત્રણ વર્ષ એકદમ મહત્વના છે. કારણકે એન.સી.સીનું વિસ્તરણ સમગ્ર દેશમાં થઈ રહ્યું છે,  ત્યારે રાજકોટ ગ્રૃપમાં એન.સી.સી બટાલીયનમાં આઠ જેટલી બટાલીયન છે. જેમાં બે તબક્કામાં સ્ટ્રેન્થમાં વધારો કરવામાં આવશે. સાથોસાથ એન.સી.સીમાં ઓટોમેશનની પ્રક્રિયા પણ વેગ પકડી રહી છે.

બ્રિગેડિયર એ વધુમાં જણાવ્યું કે, સરકારની અન્ય ક્ષેત્રમાં અપનાવાતી ડાઈરેક્ટ બેનીફિટ ટ્રાન્સફરને અપનાવીને કેડેટ્સને મળવાપાત્ર લાભ સત્વરે આપવામાં આવશે. સમગ્ર ભારતમાં 35 હજારથી વધુ સ્કુલો-કોલેજો એન.સી.સીનું જોડાણ લેવા ઉત્સુક છે. ઓફિસર બનવા માટે સર્વિસ સિલેક્શન બોર્ડના ઈન્ટર્વ્યુ માટે સૌરાષ્ટ્રના કેડેટ્સ અંગ્રેજી ભાષા અને પર્સનાલિટી ડેવલપમેન્ટ પર વધુ ધ્યાન આપે તે માટે એસોસિયેટ ઓફિસર્સ દ્વારા અપાતી તાલીમમાં વધારો કરવામાં આવશે. એન.સી.સીમાં બોય્ઝ બટાલિયનમાં 33% ગર્લ્સને એડમિશન આપીને વુમન એમ્પાવરમેન્ટ આધારીત મિક્સડ બટાલીયન બનાવવામાં આવશે.  આ તકે રાજકુમાર કોલેજના વિદ્યાર્થીઓએ બેન્ડના સુરીલા સંગીત સાથે પરર્ફોર્મ કર્યું હતું. આ તકે ડેપ્યુટી કમાન્ડર રવિન્દર સિંઘ, કર્નલ એસ.એસ. બિસ્ટ, કમાન્ડિંગ ઓફિસર 2-ગુજરાત ગર્લ્સ બટાલીયનના કર્નલ રિતેશચંદ્ર સિંઘ સહિત એન.સી.સીના 350 જેટલા એસોસિયેટ ગઈઈ ઓફિસર્સ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.