Abtak Media Google News

RCB પોઇન્ટ ટેબલમાં ચોથા ક્રમે પહોંચ્યું

ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝન અત્યંત રોમાંચક તબક્કામાં આવી પહોંચી છે જેમાં આરસીબી અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાયો હતો આ મેચમાં બેંગલોરે ચેન્નાઇને 13 રને માત આપી કોઈ ફાયદો થવા માટે ચેન્નઈના સ્વપ્નને રોળી દીધું હોય તેવું લાગી રહ્યું છે. ચેન્નાઈ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો જેમાં બેંગલોરે 20 ઓવારના અંતે 8 વિકેટ ગુમાવી 173 રન બનાવ્યા હતા.

સૌથી મોટો 174 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ચેનઈની ટીમ ક્રિકેટ ગુમાવી 160 રન જ કરી શકી હતી. અરે ચેન્નઈની આહાર તેને ક્વોલિફાઇ થવાના સ્વપ્ન ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયો છે. ત્યારે જાણે ચેન્નઈનો અસ્ત થયો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. યુવા બેટ્સમેન લોમરોરના 27 બોલમાં 42 રન બાદ હર્ષલ પટેલે 35 રનમાં ત્રણ અને હેઝલવૂડે 22 રનમાં બે વિકેટ ઝડપતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે હારનો સિલસિલો અટકાવતા ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 13 રનથી વિજય મેળવ્યો હતો.

જીતવા માટેના 174ના ટાર્ગેટ સામે ચેન્નાઈ 8 વિકેટે માત્ર 160 રન જ કરી શક્યું હતુ. કોન્વે 56 અને મોઈન અલી 34એ લડત આપવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે ટીમને જીતાડી શક્યા નહતા. ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેંગ્લોરને બેટિંગમાં ઉતાર્યું હતુ. કોહલી અને ડુ પ્લેસીસની જોડીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને મજબુત શરૃઆત અપાવી હતી. તેમણે 44 બોલમાં 62 રન જોડયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.