Abtak Media Google News

નાનપણથી ક્રિકેટ પ્રત્યેની લગની લેખે લાગી

ક્રિકેટનો મહા સંગ્રામ શાહ 2023 ની સીઝન નો આરંભ રાજકોટ માટે શુકનીયાળ સાબિત થયો હોય તેમ રાજકોટમાં ગુરુજી અને સરના નામે ઓળખાતા નિશાંતભાઈ મહેતા શાહમાં ગુજરાતી કોમેન્ટ્રી કરતા જોવા મળશે… સીએન મહેતા વિદ્યાલયમાં ભણેલા નિશાંત મહેતા ને નાનપણથી જ ક્રિકેટમાં “રસ” હતો,

ક્રિકેટ રમવાનું હોય એટલે એક પણ તક ગુમાવ્યા વગર રમી લેતા 1990 માં ઇન્ડિયા નિ ટીમ ન્યૂઝીલેન્ડમાં રમતી હતી ત્યારે વહેલી સવારે ત્રણ વાગે ઊઠીને મેચ જોવાથી લઈને મેચ માટે ભણવામાં પણ રજાઓ પાડી દેતા નિશાંત ભાઈ દાદા, પિતા, કાકા સાથે બેસીને મેચ જોવાનું ક્યારેય ચૂકતા નહીં.. નિશાંત મહેતાએ 2015માં સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપની ની શરૂઆત રાજકોટમાં કરી હતી અને તેમના પ્રયાસથી જ કોર્પોરેટ જગતમાં ક્રિકેટનો ચસ્કો લાગ્યો હતો.

રાજકોટના માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ પર કોર્પોરેટ કપ 2015 ની આગળ જતા રાષ્ટ્રીય રમત હોકીના પ્રમોશન માટે બે વર્ષ સતત હોકી ટુર્નામેન્ટ નું આયોજન કર્યું હતું. અને ભારતના હોકી કેપ્ટન  ધનરાજ પીલાઈ પણ નિશાંત મહેતા ના ફેન બની ગયા હતા. જોકે બાળપણથી ક્રિકેટમાં રસ ધરાવનાર નિશાંત ભાઈ મહેતા ઘરની જવાબદારીના કારણે પ્રોફેશનલ ક્રિકેટ માં આગળ વધી શક્યા ન હતા પરંતુ તેમની સ્પોર્ટ ખેલકૂદ વ્યવસ્થા અને મેનેજમેન્ટની સ્કીલ મિલન મિલન સાર સ્વભાવ અને બોલવાની આગવી હતા આગવીછટા ના કારણે તેઓ હંમેશા ખેલકૂદ અને ફોટો સ્પોટ્ર સાથે જોડાયેલા રહ્યા. નિશાંત ભાઈ મહેતાના ધર્મપત્ની સેજલબેન મહેતા પણ 15 કરતાં વધારે વર્ષથી ક્રિકેટ સાથે જોડાયેલા છે અને ઈ બીસીસીઆઈ એપ્રુવર્ડ સ્કોલર તરીકેની સેવા આપે છે

નિશાંતભાઈ મહેતાને શાહ 2023 માં ગુજરાતી કોમેન્ટ સ્ટેટર તરીકે પસંદ કરવામાં આવ્યા છે તેમની આ જવાબદારી ભરેલી તકમાં તેમના કંપનીના એમડી નિકુલભાઇ અયાચીનું યોગદાન પણ એટલું જ મહત્વનું છે આ વખતે આઇપીએલ 2023 નું ડિજિટલ પ્રસારણ કરવાનું કામ વાય કોમ 18 ના ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળશે અને આ પ્લેટફોર્મ પર નિશાંત ભાઈ મહેતા વાય કોમ 18 તરફથી ગુજરાતીમાં કોમેન્ટ્રી કરતા દેખાશે રાજકોટમાંથી નિશાંત ભાઈ પ્રથમ વખત નોન ક્રિકેટર હોવા છતાં લીડ કોમેન્ટેટર  તરીકે કામગીરી કરતા જોવા મળશે અને દુનિયાભરમાં IPLના ગુજરાતી ભાષાના રસી કોને ગુજરાતી ભાષામાં કોમેન્ટ્રી સાંભળવાનો લહાવો મળશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.