Abtak Media Google News

પ્રજાસત્તાક દિન ૨૦૧૮ના ૧૫ દિવસ અગાઉ સર્વોચ્ચ અદાલતના સહુથી વરિષ્ઠ ૪ ન્યાયધીશો જસ્ટિસ ચેલેસ્વરમ, જ. રંજન ગોગોઇ, જ. મદન લોકુર, જ. કુરિયન જોસેફે એક અખબારી પરિષદ કરીને સર્વોચ્ચ અદાલતના આંતરિક વ્યવસ્થા તંત્ર અંગે બળાપો કાઢ્યો તેઓશ્રીઓએ કહ્યું કે સર્વોચ્ચ અદાલતની કામગીરીમાં ઘણ ગરબડો ચાલી રહી છે અને તે અંગે સુધારા પગલાં નહીં ભરવામાં આવે તો દેશની લોકશાહી જોખમમાં આવી પડશે. સંખ્યાબંધ કેસોની ફાળવણીમાં ક્રમ ને બદલે પસંદગીના ધોરણો પ્રમાણે ફાળવણી કરવામાં આવે છે તે યોગ્ય નથી. ન્યાયતંત્ર જ પક્ષ-પાત રાખશે તો લોકશાહી સામે ખતરો ઉભો થશે. ખૂબ જ ગંભીર આક્ષેપો કરીને ન્યાય મૂર્તિઓએ કહ્યું કે ન્યાયતંત્રમાં બધુ બરોબાર નહોવાથી સર્વોચ્ચ અદાલત ને બચાવો મુખ્ય ન્યાયાધીશ દ્વારા કેટલાક કેસો તેમની પસંદગીની બેન્ચ અને જજીસને આપવામાં આવે છે. ખરેખર તો આ જાતની ફાળવણી રોસ્ટર મુજબ કરવી જોઇએ. મન ફાવે તેમ નહીં.

અમોએ મુખ્ય ન્યાયમૂર્તિ પત્ર લખીને સમજાવવાની કોશિશ કરી હતી પણ તેમાં અને નિષ્ફળ નિવડ્યા છીએ દેશ પ્રત્યે જવાબદારી અને ઋણ અદા કરવા અમે આ પગલું ભર્યુ છે. ભવિષ્યમાં અમને કોઇ એમ ના કહે કે અમે અમારા આત્માને વેંચી દીધો છે તેથી મજબૂર થઇને અખબારી માધ્યમો દ્વારા પ્રજા સમક્ષ આવ્યા છીએ. આવો પ્રસંગ સર્વોચ્ચ અદાલતના ઇતિહાસમાં તેની કામગીરી સામે અને મુખ્ય ન્યાયાધીશની કાર્યશૈલી સામે સિનિયર જજોએ ઉઠાવ્યો છે. ન્યાયતંત્રમાં જો આવી ગરબડ ચાલતી હોય તો સહુએ ચિંતા કરવી જોઇએ. આ બધુ જાણ્યા પછી પ્રજાને એમ લાગી રહ્યું છે કે દેશની સર્વોચ્ચ કાનૂની સંસ્થાની વિશ્ર્વસનીયતા અને તટસ્થતા હશે કે કેમ ? ફરિયાદમાં રહેલા મુદ્દા અને ગંભીરતા નજર અંદાજ કરી શકાય નહીં.

સુપ્રિમ કોર્ટ જેવી સર્વોચ્ચ સંસ્થા આજે શંકાના વાદળો વચ્ચે ઘેરાઇ છે ત્યારે ઘેરાઇ છે ત્યારે આ ઉચ્ચત્તમ ન્યાયધીશોના પક્ષે ભારતના લોકો સમક્ષ સાચું બોલવાની નીડરતા જેવા અભૂતપૂવ પગલાં, ન્યાયપ્રિયતાની આપણી પ્રણાલીને ગહનપણે ઉજાગર કરે છે. અદાલતોની કાર્યવાહીમાં સંસ્કારનો રાજકીય આભાસ જન્માવતો ઇરાદો બંધારણ ઉપર અંદર અથવા બહારથી પ્રત્યક્ષ પ્રહાર કરવાનું એ અત્યંત ભયંકર સમસ્યાને પ્રગટ કરે છે. આના કારણે દેશની સર્વોચ્ચ અદાલતની સત્તા, પ્રમાણિકતા, નિષ્પક્ષતા અને કાયદેસરની છબી ખરડાશે. ભારતના બંધારણના રક્ષણ કાજે સર્વોચ્ચ અદાલતએ સહુથી મહત્વની સંસ્થા છે અને અંદર અથવા તો બહારથી તેના ઉપરનો હુમલો નિર્દનીય છે.

એક ટાણે ઘોષિત કટોકટીની વેળાએ ઇન્દિરા ગાંધીએ ન્યાય પ્રણાલિની સ્વતંત્રતા ઉપર ઘાત લગાવવાનો પ્રયત્ન કર્યો હતો. હાલમાં વર્તમાન સરકાર એક પછી એક તમામ બંધારણીય સંસ્થાઓનો નાશ કરવા માંગે છે અને હવે સર્વોચ્ચ અદાલતને નષ્ટ કરવાનો પ્રયત્ન, એ “અઘોષિત કટોકટી નો શાસ્ત્રીય નમૂનો છે. સર્વોચ્ચ અદાલતએ લોકતંત્ર અને સ્વતંત્રતાનો અંતિમ ગઢ છે અને તેથી તેને અવગણવાનું એ સર્વોચ્ચ અદાલત ઉપરનો અત્યંત હિન હુમલો છે.

અખબારી પરિષદ યોજવા માટે આ વરિષ્ઠ જજોની ટીકા કરવાને બદલે, લોક તંત્ર અને બંધારણ સામેના આ વ્પાપક “ભયને જાહેરમાં અભિવ્યક્ત કરવા માટે તેમના આભારી રહેવું જોઇએ લોકોએ યાદ રાખવું ઘટે છે કે આ કોઇ આંતરિક યા તો બાહ્ય પણે નાથવાની બંધારણીય કટોકટી નથી પરંતુ લોકો અને બંધારણને પ્રભાવિત કરતી ગંભીર કટોકટી છે.

આપણે ભારતવાસીઓ માટે સમય પાકી ગયો છે કે ન્યાયપ્રણાલીની “રાજકીય સત્તાકીય જોહુકમી સામે રક્ષણ આપવા માટે સહુએ ઉપરોક્ત ન્યાયાધીશોની પડખે ઉભા રહેવું પડશે. આ આખા પ્રસંગ પરથી એમ જણાય છે કે ન્યાય તંત્રની કામગીરીમાં કેન્દ્ર સરકારની વધારે પડતો દખલગીરી લોકશાહી માટે જોખમી છે. ન્યાયતંત્રની સ્વતંત્રતા અને અખંડતા પર ખરાબ અસર ના પડે તે માટે સંનિષ્ઠતા, ગંભીરતા અને ખરાઇની તપાસ કરી વિવાદોનો ઉકેલ લાવવો જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.