Abtak Media Google News

નેપાળમાં ગોરખા જિલ્લાથી કાઠમંડુ જઈ રહેલું હેલિકોપ્ટર શનિવાર સવારે ક્રેશ થઈ ગયું. જેમાં કુલ 6 લોકોના મોત થયા છે જ્યારે એક મહિલા પેસેન્જરને બચાવી લેવામાં આવી છે. આ હેલિકોપ્ટરમાં કુલ સાત લોકો મુસાફરી કરી રહ્યા હતા. આમ, આ ઘટનામાં પાઇલટનું પણ મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ માહિતી નુવાકોટ જિલ્લા અધિકારી દ્વારા આપવામાં આવી છે.

છેત્રીએ વધુમાં જણાવ્યું કે શનિવાર સવારે 7:45 વાગ્યે 9N-ALS હેલિકોપ્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. સ્થાનિક અખબારો મુજબ, હેલિકોપ્ટરમાં એક જાપાની પર્યટક, પાંચ નેપાળી સવાર હતા. તેઓએ જાણકારી આપી કે હેલિકોપ્ટર કાઠમંડૂથી 50 કિલોમીટર દૂર ધડિંગ જિલ્લામાં ક્રેશ થયું.

નેપાળ પોલીસ જણાવ્યું કે, હેલિકોપ્ટરનો રડાર સાથે સંપર્ક તૂટી ગયો હતો. તે છેલ્લી વાર નુવાકોટ અને ધડિંગ જિલ્લાની બોર્ડર પર જોવા મળ્યું હતું. નેપાળ સિવિલ એવિએશન મિનિસ્ટ્રી મુજબ, ક્રેશ હેલિકોપ્ટર સત્યવતીની પાસે ટ્રેસ કરવામાં આવ્યું. આ સ્થળ ગીચ જંગલોની વચ્ચે અને 5500 ફુટની ઉંચાઈએ છે. રેસ્ક્યૂ ટીમ સ્પોટ પર પહોંચવાના તમામ પ્રયાસ કરી રહી હતી. પરંતુ ખરાબ હવામાનના કારણે તકલીફ થતી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.