Abtak Media Google News

 નેફ્રોલોજીસ્ટ તબીબોએ ધારાસભ્ય ડો.દર્શિતા શાહ સમક્ષ ઠાલવ્યો બળાપો

Advertisement

 ગુજરાત નેફ્રોલોજીસ્ટ  સોસાયટીની આજે મીટીંગ મુખ્યમંત્રીને સામેલ થવા અનુરોધ

ગુજરાતભરમાં નેફ્રોલોજીસ્ટ ડોકટરો, ટ્રસ્ટ, કોર્પોરેટ અને પ્રાઇવેટ હોસ્પિટલો દ્વારા જાહેર કરેલા તા. 14 થી 16 ઓગષ્ટ ર્પીએમજય યોજના હેઠળ ડાયાલિસીસ  બાંધ રાખી હડતાલ અને બાંધના આાંદોલન અંર્તગત હડતાલ દરમ્યાન ગુજરાતના તમામ બિન-સરકારી ડાયાલિસીસ સેન્ટરો કાર્યરત રહી 3000 થી વધુ કિડનીના દદીઓના ડાયાલિસીસ કરી સરકાર વિરુદ્ધની લડાઇનો ભોગ દદીઓ ન બને તેની કાળજી લેવામાં આવી હતી. હડતાલ દરમ્યાન તા. 16 ના રોજ રાજકોટના આંદોલન કરતા ડોકટરો તેમની જ મેડિકલ ફેટનીટીના સદસ્ય અને રાજકોટના લોકપ્રિય ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહને મળી રજૂઆત કરી હતી.

 ડો. દશિતાબેન સાથેની મુલાકાતમાં નેફ્રોલોજીસ્ટ ડોકટરોએ જણાવયું હતુ કે હડતાલ દરમ્યાન ર્પણ દદીઓ પ્રત્યેની સહાનુભૂતિ ખાતર ડાયાલિસીસ ચાલુ રાખી, તે તમામ ડાયાલિસીસનો ખર્ચ ન તો દદીએ કે ન તો સરકારે ભોગવ્યો પરંતુ હોસ્પિટલો અને ડોકટરોએ આ તમામ ડાયાલિસીસ સ્વખચે કરી તેમની માનવતા મહેકાવી હતી. ડોકટરો દ્વારા ડો. દર્શિતાબેનને સમગ્ર બાબતથી અવગત કરાયા હતા અને તમામ દસ્તાવેજો તેમને આર્પી ડોકટરો વતી સરકારમાં સાચી માહિતી પહોચાડવા વિનંતી કરી હતી.

 નેફ્રોલોજીસ્ટ એસો. અનુસાર ડાયાલિસીસના ર્પેકેજમાં કરવામાં આવેલા ફેરફાર ર્પછી ઉત્પન્ન થયેલી પરિસ્થિતિમાં  ગુજરાત સરકાર આ પ્રશ્નને ગંભીરતાથી લેતી નથી એવું ડાયાલિસીસ ના દદીઓનું માનવું છે. ગઈકાલે ડાયાલિસીસની પરિવાર હોસ્પિટલ, ટ્રસ્ટ કે ડોકટરોએ સ્વખચે કરી, દદીઓને નિ:શુલ્ક માં કરી આર્પી હતી. આમ કોઈ પણ દર્દી હેરાન થવા દીધા નથી અને સરકારી હોસ્પિટલમાં ડાયાલિસીસ કરવાની ફરજ પડી નથી. આ બાબતે સમજ્યા વગર સરકાર તરફથી એવુંં નિવેદન મળે છે કે હડતાલ હોવા છતાં સરકારી હોસ્પિટલના ડાયાલિસીસ કેન્દ્રો એ જવાબદારી ઉર્પાડી લીધી છે. પરંતુ દદીઓ અને તેમના પરિવારનું એવું માનવું છે કે સરકાર હજુ દિવાસ્વપ્ન માં જ રાચે છે કારણકે હડતાલ દરમ્યાન 3000 થી વધારે ડાયાલિસીસ પ્રાઈવેટમાં ફ્રી કરી આપવામાં આવ્યા હતા આ બધા દદીઓ

જો સરકારી હોસ્પિટલમાં એકસાથે ગયા હોત તો સરકારી હોસ્પિટલ કેવી રીતે પરિસ્થિતિને પહોચી શકી હોત એ મોટો પ્રશ્ન છે, જે દદીઓ સરકારને પૂછે છે.

 આ ઉર્પરાંત સરકાર તરફથી બીજુ નિવેદન એવું પણ આવ્યુ કે બીજા રાજ્યોમાં ડાયાલિસીસ રુ. 1500 માં જ થાય છે પરંતુ ગુજરાતમાં રુ. 1650 આપવામાં આવે છે, આથી ડોકટર્સની માંગણી વાજબી નથી. આ આંગે ગુજરાત નેફ્રોલોજી એશો.ના હોદેદારોએ સત્ય સમજાવતા જણાવયું હતું કે નેશનલ ર્પેકેજ પ્રમાણે ડાયાલિસીસ રુ. 1500 માં જ થાય છે. પરંતુ તેમાં માત્ર ડાયાલિસીસ જ કરી આપવામાં આવે છે અને સાથે જે જરૂરી દવા અને ઈન્જેકશન અપાય છે, તેના અલગથી રુ. 700 નું ર્પેકેજ પણ સાથે લેવાનુ રહે છે. આવી રીતે રાજસ્થાનમાં ડાયાલિસીસના 1500+600 ઇન્જેક્શન અને દવાના એમ કુલ રુ. 2100 થાય છે. છત્તીગઢમાં ડાયાલિસીસ+ ઈન્જેશન સાથે મળીને રુ. 2200 નું ર્પેકેજ છે. આ ઉર્પરાાંત નેશનલ હેલ્થ એડવાઇઝરી  ની ગાઇડલાઈન મુજબ ડાયલાઈઝર 6 થી 10 વખત રીયુઝ કરી શકાય એમ હોય છે અને ગુજરાત સ્વિાય મિગ્ર ભારતમાાં ડાયલાઈઝર 6 થી 10 વખત ફરી વાપરવામાાં આવે જ છે. માત્ર ગુજરાતમાં જ સરકારે સિંગલ ટાઈમ ડાયલાઈઝર વાપરીને ફોરેનથી ઇમ્ર્પોર્ટ થતા ડાયાલાઇઝર પાછળ સ્વદેશી હુંડિયામણનો બગાડ કરવાનુ અને આટલી મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ જનરેટ કરી પર્યાવરણને નુકશાનની પરવા કર્યા વગર આવો અવિચારી નિર્ણય લીધો છે. આ નિર્ણયને લીધે ગુજરાતમાં દર ડાયાલિસીસ પર લગભગ રુ. 400 નો વધારાનો ખર્ચ આવે છે. આ રીતે જોઈએ તો ગુજરાતનુાં ર્પેકેજ સિંગલ યુઝ ડાયાલાઇઝર સાથે રુ. 2100 + 400 = રુ. 2500 થવુાં જોઇએ અને તેમાાં દદીનું મુસાફરી ભથ્થાના રુ. 300 ઉમેરીઓ તો કુલ રુ. 2800 હોવું જોઇએ, જેની બદલે હાલમા ફ્કત રુ. 1650 + રુ. 300 દદીના ટ્રાવેલ એલાઉન્સના અપાઈ રહ્યા છે. આમ સરકાર બીજા રાજ્યો માં રુ.1500 નું ર્પેકેજ છે એવી માહિતી આર્પી પરંતુ એમાં કઈ કઈ વસ્તુ આવે છે એનો ઉલ્લેખ કર્યા વગર ગુજરાતની ભોળી પ્રજાને ગેરમાગે દોરવાની કુચેષ્ટા કરી રહી છે.

 નેફ્રોલોજીસ્ટ એસોસીએશનના જણાવયા અનુસાર તેમની લડત સરકાર  વિરુદ્ધ હોય, તેમા દદીઓ પીસાય તેવો તેમનો લેશમાત્ર ઇરાદો પણ ન હોય, આ હડતાલ દરમ્યાન ગુજરાતના બધા શહેરોમાં તમામ બિનસરકારી ડાયાલિસીસ સેન્ટરો કાર્યરત રહી જે દદીઓને અઠવાડીયામાં બે થી ત્રણ વાર ડાયાલિસીસ કરવાના થતા હોય, તેમના જીવ ઉપર જોખમ હોય, ડોકટરોએ દદીઓ પ્રત્યે સહાનુભૂતિભયુું અને માનવતાસભર વલણ દાખવી તેમના આંદોલન વચ્ચે તે તમામ ખર્ચ ર્પોતે ભોગાવી દદીઓને હાલાકી પડવા દીધી ન હતી. વધુમાં તેઓ જણાવે છે કે તેમનું સરકાર વિરુદ્ધનું આંદોલન ચાલુ જ છે અને આવનારા દિવસોમાં હજુ વધુ કડક ર્પગલાઓ લેવાની ફરજ ર્પડશે તો લેવા તૈયારી બતાવી છે. અત્રે એ ઉલેખનીય છે કે આ આંદોલનમાાં દદીઓનો ર્પણ લાગણીસભર ટેકો ડોકટરો અને બિનિરાકારી ડાયાલિસીસ સેન્ટરો તરફે છે. સરકાર અને ર્પીએમજયના અધિકારીઓ ખોટી જીદ રાખી, દદીઓના જીવન રક્ષણની બીલકુલ પરવાહ કર્યા વિના અન્યાયી નિર્ણયો લેતા ખચકાતા ન હોય, તો ડોકટરો આ ન્યાય માટેની લડાઇમાં શા માટે અન્યાય સામે નમતુ જોખે તેવી ચર્ચાઓએ મેડીકલ ફેટનીટીમાં જોર પકડયું છે. તે દરમ્યાન ત્રણ દિવસીય હડતાલની મુદત પુરી થયા બાદ આજરોજ ગુજરાત નેફોલોજીસ્ટ સોસાયટી દ્વારા મીટીંગ યોજવામાં આવી છે. જેમાં તબીબો દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ભાગ લે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.