Abtak Media Google News

એક સપ્તાહમાં માત્ર ત્રણ દિવસ અને એ પણ બે કલાક રહેતા ન્યુરો સર્જનને દર્દીઓની તપાસ કરવા માટે સમયનો અભાવ: હેડ ઈન્જરીના દર્દીઓની દયાજનક સ્થિતિ

સિવિલ હોસ્પિટલમાં કાયમી ન્યુરોસર્જનના ઠેકાણા નથી અને એઈમસની વાતો પવન વેગે વહાવી રહ્યાં છે. પહેલા જે નથી અને જેની જ‚ર છે તે પૂરું કરવામાં આવે તો પણ દર્દીઓને પડતી મુશ્કેલીઓમાં ઘટાડો થઈ શકે તેમ છે. સિવિલ હોસ્પિટલમાં પાર્ટ ટાઈમ ન્યુરો સર્જનની નિમણૂંક થયા બાદ પણ દર્દીઓની પરિસ્થિતિમાં કોઈપણ સુધારો આવ્યો નથી.હાલના સમયમાં આરોગ્ય ઝડપી અને મોઘુદાટ બન્યું છે ત્યારે તબીબો અને દર્દીઓ વચ્ચેના વ્યવહારમાં માનવતા ઘટી રહી હોય તેમ અનેક સમસ્યાઓમાં ઘેરાયેલી સિવિલ હોસ્પિટલની સમસ્યાનો કયારે અંત આવશે. ન્યુરો સર્જનની નિમણૂકને લઈને અનેકવાર થયેલી રજૂઆત બાદ ન્યુરોસર્જનની નિમણૂંક જાણે કોણીએ ગોળ ચોટાડીને પોતે ચાટવા જેવી સ્થિતિ સર્જાય છે. જેના કારણે દર્દીઓની હાલત દયાજનક બની છે.

Advertisement

સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી ખાલી પડેલી ન્યુરોસર્જનની નિમણૂંકને લઈને અનેકવાર નવતર પ્રયોગો સાથે રજૂઆતો થયા બાદ ગોકળ ગાયની ગતિએ ન્યુરોસર્જનની માંગ સંતોષવા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા ડો.પ્રકાશ મોઢા અને રાજેન્દ્ર ત્રિવેદીની નિમણૂંક કરવામાં આવી છે.

પરંતુ કાયમી ન્યુરોસર્જનના બદલે ટાઈમપરી ન્યુરોસજનર્ નિમણૂંક થતા દર્દીઓને પડતી હાલાકીમાં કોઈપણ જાતનો સુધારો થયો નથી.દર્દીઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ કે અમદાવાદ જવુ ન પડે તે માટે કાયમી ન્યુરોસર્જનની જગ્યાએ હોસ્પિટલ તંત્રએ સપ્તાહમાં ત્રણ દિવસ માત્ર બે કલાક જ બે ન્યુરોસર્જનથી ગાડુ ગબડાવી રહ્યાં છે. સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જન આવી ગયાનો તંત્ર સંતોષ માની રહ્યાં છે.સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જન અમાસના ચાંદની જેમ માત્ર મંગળ, બુધ અને ગુરૂવારે જ જોવા મળે છે અને તે પણ પણ ૯ થી ૧૧ વાગ્યા સુધી જેના કારણે સારવાર અર્થે આવતા દર્દીઓ હોસ્પિટલમાં પગ મુકે તે પહેલાં જ તબીબી સેવાનો સમય પુરો થઈ જતો હોય તેમ ન્યુરોસર્જન હોસ્પિટલમાંથી ચાલતી પકડે છે. મોટી લાઈનો હોવા છતાં પણ તબીબોએ માનવતા જાણે નેવે મુકી હોય તેમ દર્દીઓની બાજુમાંથી મુંગા મોઢે નિકળી જાય છે. બહારગામથી આવતા દર્દીઓ તો બસ સિવિલ હોસ્પિટલના દર્શનાર્થે આવતા હોય તેમ લાઈનોમાં શેકાતા રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.