Abtak Media Google News

ગુજરાતના વેપારીઓને પાંચ ગેરેન્ટી આપતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે ગઇકાલે રાજકોટમાં વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. તેઓએ રાજયના વેપારીઓને પાંચ ગેરન્ટી આપી છે.કેજરીવાલે કહ્યું હતું કે, આજે હું ગુજરાતના વ્યાપારીઓને 5 વાતો, 5 વાયદા અને 5 ગેરેન્ટી આપવા માંગુ છું જેમાં  ડર નો માહોલ સંપૂર્ણ રીતે ખતમ કરી દઈશું, નીડરતા અને શાંતિ સાથે વ્યાપાર કરવાનું વાતાવરણ બનાવશું.

દરેક વ્યાપારી ને તે ઈજજત આપશું જેના એ હકદાર છે.  ભ્રષ્ટાચાર થી મુક્તિ આપીશું, જે ફક્ત આખા દેશ માં કટ્ટર ઈમાનદાર આમ આદમી પાર્ટી જ આપી શકે છે.  વેટ ના અને બીજા જેટલા પણ રિફંડ પેન્ડિંગ પડ્યા છે, તે બધા 6 મહિના માં ચુકતા કરી દઈશું અને જીએસટી ને સરળ બનાવશું. એક એવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે, જેમાં વ્યાપારીઓને પાર્ટનરશીપ આપવામાં આવશે, દરેક સેક્ટર થી એક પ્રતિનિધિ ઉભો કરવામાં આવશે જે વ્યાપારીઓની દરેક સમસ્યા અને સુજાવ સરકાર સામે રજૂ કરશે અને સરકાર તરફથી તે પ્રમાણે વ્યવસ્થા લાગુ કરવામાં આવશે.

જો દિલ્હીમાં તમારા કોઈ મિત્ર કે પરિવાર હોય તો તેમની સાથે વાતચીત કરીને પૂછી લો કે દિલ્હી માં સરકાર કેવી ચાલે છે. જો તે લોકો કહે કે સરકાર બરાબર નથી ચાલી રહી તો તમે અમને મત ના આપતા પરંતુ, જો તે લોકો કહે કે હા, દિલ્હી માં સરકાર ખુબ જ વ્યવસ્થિત ચાલી રહી છે તો એક મોકો તો આમ આદમી પાર્ટી ને બને જ છે. જો આમ આદમી પાર્ટી ગુજરાત માં કરેલા વાયદાઓ 5 વર્ષ માં પુરા કરવામાં અસફળ રહે છે તો અમને બીજી વખત વોટ ના આપતા.

સોમનાથ મંદિરના દર્શન કર્યા બાદ અરવિંદ કેજરીવાલ પોરબંદર એરપોર્ટ થી રાજકોટ જવા રવાના થયા હતા. રાજકોટમાં આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજગુરુ અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા એ કાર્યકરો સાથે રાજકોટ એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. રાજકોટ એરપોર્ટ થી નીકળ્યા બાદ અરવિંદ કેજરીવાલ જી વેપારીઓ સાથે ટાઉન હોલ કાર્યક્રમમાં પહોંચ્યા હતા.તેઓએ ઉમેર્યુ હતું કે, આમ આદમી પાર્ટી ના શાસન માં દિલ્હી માં કોઈ પ્રોફેશનલ ટેક્સ લેવાતો નથી.

ખજખઊ એ ભારત દેશની અર્થવ્યવસ્થામાં ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. ખજખઊ ને જેટલું વધારવામાં આવશે એટલી વધારે દેશ ની પ્રગતિ થશે. પરંતુ બધી પાર્ટીઓ આવે છે અને ફક્ત વાતો કરીને જતી રહે છે, ચૂંટણી પછી બીજી સરકારો દ્વારા સૌથી વધારે ખજખઊ ના લોકો ને દબાવવામાં આવે છે. પણ મારુ માનવું છે કે, ખજખઊ સેક્ટર ને પુરી સ્વતંત્રતા સાથે વ્યાપાર કરવાનો મોકો મળવો જોઈએ. અને તેની સાથે જ ખજખઊ સેક્ટર ને વીજળી સસ્તી મળવી જોઈએ અને બીજી પણ સુવિધાઓ પણ મળવી જોઈએ.

ભાજપની સરકારમાં ૠજઝ એટલું મૂંઝવણ ભરેલું છે કે, ઘણા બધા નાના વેપારીઓ એ જીએસટી ની સમજ ના પડવાના કારણે પોતાનો વ્યાપાર જ બંધ કરી દીધો છે. એવી ટેક્સ વ્યવસ્થા શું કામની જે વ્યાપારીઓ નો ધંધો જ બંધ કરી દે. દેશ માટે ટેક્સ કરતા પણ વધારે એ જ જરૂરી છે કે પહેલા લોકો નો વ્યાપાર ચાલે, વ્યવસ્થિત રીતે ઉદ્યોગ ચાલે, વ્યવસ્થિત રીતે અર્થવ્યવસ્થા ચાલે, જો લોકો નો વ્યાપાર બરાબર રીતે ચાલશે તો ટેક્સ પણ ભરાઈ જશે, પરંતુ વ્યાપાર બરાબર નહિ ચાલે તો દેશની અર્થવ્યવસ્થા બગડી જશે. અરવિંદ કેજરીવાલ જી એ કહ્યું કે, મારા મતે જીએસટી ની વ્યવસ્થા સંપૂર્ણ રીતે યોગ્ય નથી.

જીએસટી ને ખુબ જ જટિલ કરી દેવામાં આવી છે, તેને સરળ બનાવવાની જરૂર છે. હું તેના માટે દિલ્હી નું ઉદાહરણ આપવા માંગુ છું, જ્યારે શરૂઆતમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટી ની સરકાર બની હતી ત્યારે દિલ્હી નું સંપૂર્ણ રેવન્યુ 30000 કરોડ હતું, અને આજે 7 વર્ષ પછી દિલ્હી નું રેવન્યુ 75000 કરોડ છે. તેનો મતલબ છે કે, વ્યાપારીઓ પર વિશ્વાસ રાખવાની જરૂર છે કેમ કે આ બધો ટેક્સ વ્યાપારીઓ એ ભર્યો છે. આમ આદમી પાર્ટીની સરકાર આવ્યા પછી દિલ્હી માં રેડ રાજ બંધ કરી દેવામાં આવ્યું, વ્યાપારીઓ પર કારણ વગર રેડ પાડવાનું બંધ કરવામાં આવ્યું અને તેમના પર વિશ્વાસ રાખવામાં આવ્યો ત્યારે જઈને દિલ્હી નું રેવન્યુ વધ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.