Abtak Media Google News

રાજકોટમાં સાડા સાત ઇંચ, લોધિકામાં ૪ ઈંચ, પડધરી, વિંછીયા અને ગોંડલમાં સાડા ત્રણ ઈંચ, કોટડાસાંગાણીમાં ૩ અને જામકંડોરણામાં અઢી ઈંચ વરસાદ

સોમવારે રાજકોટ જિલ્લામાં પણ મેઘરાજાએ ભરપુર હેત વરસાવ્યું હતું. જિલ્લાના તમામ ૧૧ તાલુકાઓમાં અડધા ઈંચથી લઈ સાડા સાત ઈંચ સુધી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. જિલ્લાના તમામ જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. અનેક ગામોમાં જળસંકટ તણાઈ ગયું છે.

મેઘમહેર બાદ રાજકોટવાસીઓમાં હરખના ઘોડાપુર આવી ગયા છે. આજે સવારથી રાજકોટ શહેર સહિત જિલ્લાના અનેક તાલુકાઓમાં ધીમીધારે મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

ધોરાજી તાલુકામાં ૩૭ મીમી, ગોંડલમાં ૮૦ મીમી, જામકંડોરણામાં ૬૦ મીમી, જસદણમાં ૪૦ મીમી, જેતપુરમાં ૩૮ મીમી, કોટડાસાંગાણીમાં ૭૦ મીમી, લોધીકામાં ૯૬ મીમી, પડધરીમાં ૯૧ મીમી, રાજકોટ શહેરમાં ૧૮૭ મીમી, ઉપલેટામાં ૬૩ મીમી, વિંછીયામાં ૮૩ મીમી વરસાદ વરસ્યો છે. જિલ્લામાં એવરેજ તમામ તાલુકાઓમાં ૭૨ મીમી વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.

ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં અત્યારસુધીમાં રાજકોટ જિલ્લામાં કુલ ૩૨.૮૮ ટકા વરસાદ વરસી ગયો છે. રાજકોટ શહેર સહિત જિલ્લામાં આખીરાત મેઘરાજાએ હેત વરસાવ્યા બાદ આજે સવારથી જિલ્લામાં અનેક સ્થળો કયાંક ધીમીધારે તો કયાંક ધીંગીધારે વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.