Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  ચેમ્બર ઓફ કોમર્સ(ICC)ના એન્યુઅલ સેશનમાં સંબોધન કર્યું. મોદી વીડિયો કોન્ફોરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં સામેલ થયા છે. મોદી 10 દિવસમાં આ બીજી વખત ઈન્ડસ્ટ્રીના લોકો સાથે જોડાશે. અગાઉ 2 જૂને કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીના એન્યુઅલ સેશનમાં તેમણે ઈકોનોમિ પર વાત કરી હતી.

Advertisement

મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાન પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે દેશના મેન્યુફેકચરિંગ સેકટરમાં હવે ‘મેડ ઈન ઈન્ડિયા, મેડ ફોર વર્લ્ડ’ની જરૂરિયાત છે. લોકલ મેન્યુફેકચરિંગ વધારવું પડશે. વિશ્વ એક ભરોસાપાત્ર પાર્ટનરની શોધમાં છે અને ભારતને લઈને આ વિશ્વાસ વધ્યો છે. ઈન્ડસ્ટ્રીએ તેનો ફાયદો ઉઠાવવો જોઈએ.

તેમણે કહ્યું કે આપણે જોઈએ છે કે પરિવારમાં છોકરો-છોકરી 18-20 વર્ષના થાય એટલે મા-બાપ કહે છે કે તમે તમારા પગે ઉભારહેતા શીખો. એક રીતે આત્મનિર્ભર ભારતનો પાઠ પરિવારથી જ શરૂ થાય છે. આત્મનિર્ભરત ભારતનો સીધો અર્થ એ છે કે ભારત બીજા દેશો પરથી તેની નિર્ભરતા ઓછી કરે. જે વસ્તુઓને ભારત ઈમ્પોર્ટ કરે છે તે દેશમાં કઈ રીતે બનાવી શકાય તે મુદ્દે વિચારવામાં આવે.

મોદીએ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીના પ્રોગ્રામમાં કહ્યું હતું કે ગ્રોથ ચોક્કસ પરત ફરશે અને અનલોક-1ની સાથે તેની શરૂઆત થઈ ગઈ છે. સરકારને ખેડૂતો, નાના-મધ્યમ ઉદ્યોગો અને ઈન્ડસ્ટ્રીના લીડર પર ભરોસો છે. કોરોનાની વિરુદ્ધ ઈકોનોમિને ફરીથી મજબૂત કરવા પર ફોકસ કરવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.