Abtak Media Google News
રાજ્યના ગીર પ્રદેશમાં રહેતા એશિયાઇ સિંહોની દર પાંચ વર્ષે વસ્તી ગણતરી થાય છે. ત્યારે આ વર્ષે હાથ ધરાનાર વસ્તી ગણતરીમાં સિંહોની વિચરણ નો વિસ્તાર વધ્યો છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાનો પણ સમાવેશ કરાયો છે. જોકે, સિંહ ઝાલાવાડમાં પાંચ માસ રહ્યા બાદ પરત જૂનાગઢ જતો રહ્યો, ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલા ગીર અભયારણ્યમાં એશિયાઇ સિંહો વસવાટ છે. સિંહોની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે થાય છે.

1 3

Advertisement
મે 2015 માં થયેલા સિંહોની વસ્તી ગણતરીમાં 523 સિંહ નોંધાયા હતા. આ વર્ષે કોરોના વાયરસના લીધે હાલ વસ્તી ગણતરીની કામગીરી મોકૂફ રખાઇ છે. પરંતુ વન વિભાગ દ્વારા સિંહના વિચરણ વિસ્તાર નક્કી કરવાની કવાયત હાથ ધરાઇ છે. વર્ષ 2015માં સિંહોનું વિસ્તરણ 22 હજાર ચોરસ કિ મી માં હતું.
જેમાં હાલ 36 ટકાનો વધારો થતા વિસ્તરણ વિસ્તાર 30 હજાર ચોરસ કીમી થયો છે. જેમાં 9 જિલ્લાનો સમાવેશ થાય છે. તેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં નવેમ્બર 2019 માં સિંહ વિચરણ કરતા ચોટીલા તાલુકામાં આવ્યા હતા.
2 2જે ગરમી વધતા પાંચ માસ બાદ પરત ફર્યા છે. પરંતુ આ પાંચ માસ દરમિયાન સિંહ ઝાલાવાડમાં વસવાટ કરતાં સૌ પ્રથમ વખત સિંહોના વિચરણ વિસ્તારમાં સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.