Abtak Media Google News

નવ વર્ષની શરૂઆતની સાથે જ લોકોના ખિસ્સા પર અસર પડે તેવા ઘણાં નિયમો લાગુ થવાના છે.
1. પીએફ: કર્મી જાતે ફાળો નક્કી કરી શકશે
એ કંપનીઓ પણ પીએફના દાયરામાં હશે, જ્યાં 10 કર્મી છે. કર્મચારી જાતે પીએફનો ફાળો નક્કી કરી શકશે.
2. હોલમાર્કિંગ હવે ફરજિયાત
સોના-ચાંદીના દાગીના પર હોલમાર્કિંગ હવે ફરજિયાત હશે. જો કે ગ્રામીણ વિસ્તારોમાં 1 વર્ષની છૂટ રહેશે.
3. પાન આધાર લિંક માટે 3 મહિના મળ્યા
31 ડિસેમ્બર સુધી પાનને આધાર સાથે લિંક કરવાનું જરૂરી હતું. તેથી 1 જાન્યુથી પાન કાર્ડ બેકાર થઇ જાત. પરંતુ હવે તેને માર્ચ 2020 સુધી સમય લંબાવાયો છે.
4. રેપોરેટ સંબંધિત લોન 0.25% સસ્તી
SBIએ રેપોરેટ સાથે સંબંધિત લોનનો વ્યાજ 0.25% ઘટાડ્યો. નવા દરનો લાભ જૂના ગ્રાહકોને પણ મળશે. કારણ કે તેમની રિસેટ ડેટ પણ 1 જાન્યુઆરી છે.
5. ડેબિટ કાર્ડ ચિપવાળા કાર્ડ જ ચાલશે
31 ડિસે. સુધી જુના ડેબિટ કાર્ડને ઇલેક્ટ્રોનિક ચિપવાળા કાર્ડથી બદલાવવા જરૂરી છે. નવા વર્ષમાં જુના ડેબિટ કાર્ડથી રોકડ ઉપાડી શકાશે નહીં.
6. ફાસ્ટટેગ હવે જરૂરી, નહીંતર ડબલ ટોલ
15 જાન્યુઆરી પછી એનએચથી પસાર થનારી ગાડીઓમાં ફાસ્ટટેગ ફરજિયાત હશે.
7. એટીએમ-ઓટીપી: SBIએ ATMમાંથી 10000થી વધુના ઉપાડ અંગે નિયમો બદલ્યા છે. રાત્રે 8થી સવારે 8 સુધી ઉપાડ માટે ઓટીપી જરૂરી થશે.
8. રૂપે-યૂપીઆઇ: ચાર્જ નહીં લાગે. 50 કરોડથી વધુ ટર્નઓવરવાળી કંપનીઓને MDR ચાર્ડના રૂપે કાર્ડ, UPI ક્યૂઆર કોડ દ્વારા ચૂકવણીની સુવિધા આપશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.