Abtak Media Google News

ભારતીય સંસ્કૃતિ-ઋષીમુનીઓને બે વિવિધ શોધ-સંશોધનો વિશ્ર્નને આપ્યા છે.આર્યભટ્ટે શુન્યની શોધથી વૈશ્ર્વીક ગણનક્રિયા-ક્ષેત્રે ભારતનું નામ રોશન કરેલ છે.માનવજીવનની વિવિધ ધાર્મિક વિધી-ઉપવાસ વિગેરે પાછળ વૈજ્ઞાનિકો તથ્યો છુપાયેલા છે.આપણા  પૌરાણિક મંદિરો ગુફાઓ વિશ્ર્વ વિખ્યાત છે.હિન્દુધર્મમાં કોઈ પણ કાર્ય કારણ વગર થતું નથી.કમાલની વાત છે કે મહાકાલથી વિવિધ શિવ જયોતિર્લીંગોની વચ્ચેનાં અંતર પણ કેવો રોમાંચક સંબંધ છે.ઉજ્જેનના માં મહાકાલ બિરાજે  છે. ત્યાંથી બીજા જયોતિર્લીંગોનું અંતર રોચક  છે.

Knowledge Corner Logo 3

  • ઉજ્જૈન થી સોમનાથ -૭૭૭ કિ.મી
  • ઉજ્જૈન થી ઓમકારેશ્ર્વર -૧૧૧ કિ.મી
  • ઉજ્જૈન થી ભીમાશંકર- ૬૬૬ કિ.મી
  • ઉજ્જૈન થી કાશી વિશ્ર્વનાથ -૯૯૯ કિ.મી
  • ઉજ્જૈન થી કેદારનાથ – ૮૮૮ કિ.મી
  • ઉજ્જૈન થી ત્ર્યંબકેશ્ર્વર -૫૫૫ કિ.મી
  • ઉજ્જૈન થી વૈજનાથ- ૯૯૯ કિ.મી
  • ઉજ્જૈન થી રામેશ્ર્વર- ૧૯૯૯ કિ.મી
  • ઉજ્જૈન થી ધૃષ્ણેશ્ર્વર- ૫૫૫ કિ.મી
  • ઉજ્જૈન થી મલ્લિકાર્જુન- ૯૯૯ કિ.મી

ઉજ્જૈન ને પૃથ્વીનું સેન્ટર એટલે કે મધ્યબિંદુ કેન્દ્ર માનવામાં આવ્યું છે.જે સનાતર ધર્મનાં હજારો વર્ષોથી કેન્દ્ર માનવામાં આવે છે. આથી જ ઉજ્જૈનમાં ૨૦૫૦ વર્ષ પહેલા સૂર્યની ગણના  અને જયોતિષ ગણના માટે માનવ નિર્મિત યંત્ર પણ બનાવાયું હતું. અને આશરે સો વર્ષ પહેલા પૃથ્વી પર કાલ્પનિક રેખા (કર્ક)અંગ્રેજી વૈજ્ઞાનિક દ્વારા બનાવવામાં આવી હતી. તો તેનો મધ્યભાગ ઉજ્જૈનમાં જ નિકલ્યો હતો.આજે પણ વૈજ્ઞાનિકો સૂર્ય અને અંતરિથીની જાણકારી માટે ઉજ્જૈનજ આવે છે.

આપણાં વેદો-ગ્રંથો-પુરાણો -શાસ્ત્રો આજના વૈજ્ઞાનિકોને શોઘ સંશોધન માટે કામ આવીજ રહ્યા છે. અવકાશ વિજ્ઞાન-ખગોળ વિજ્ઞાનમાં પણ હજારો વર્ષ પહેલા ઋષિમુનીઓની વાત આજે સાચી પડી રહી છે.આજે માણસ -વિજ્ઞાનના વિકાસથી ભલે ચંદ્રપર પગ મુકયો હોય પણ તેનો પાયો એ આપણાં શાસ્ત્રો એજ બતાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.