Abtak Media Google News

કાર્પેટ એરિયા મુજબ મિલકત વેરાની આકારણી સામે વાંધો હોય તેવા લોકો ૬૦ દિવસ સુધી વાંધા અરજી કરી શકશે

રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને ખાસ બોર્ડમાં કાર્પેટ એરીયા આધારીત વેરા પઘ્ધતિના નિયમો બનાવવાની દરખાસ્તને બહુમતીથી મંજુર કરવામાં આવી હતી. મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ આજે સભાગૃહમાં એવી જાહેરાત કરી હતી કે આજે બપોર બાદ જ કોર્પોરેશનની અધિકૃત વેબસાઈટ પર નવા વેરા બીલ મુકી દેવામાં આવશે અને નવા કરમાળખા સામે જે મિલકત ધારકને વાંધો હોય તે આગામી ૬૦ દિવસ સુધીમાં પોતાની વાંધાઅરજી રજુ કરશે. સભાગૃહમાં મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ એવી પણ જાહેરાત કરી હતી કે, સોમવારથી મહાપાલિકા દ્વારા કાર્પેટ એરીયા આધારીત મિલકત વેરા પઘ્ધતિ સામે વાંધા અરજી સ્વિકારવાનું શરૂ માંકરવામાં આવશે.

આ માટે વોર્ડ ઓફિસે, સિવિક સેન્ટર ખાતે અને ઝોન કચેરી ખાતે વાંધા અરજીનો સ્વિકાર કરાશે. જો કોઈ મિલકત ધારકને કઈ રીતે વાંધા અરજી કરવી તેનો ખ્યાલ નહીં પડે તો વોર્ડ ઓફિસર આ અંગે માહિતી આપશે. આગામી ૧૫ દિવસ સુધી વાંધા અરજીનો સ્વિકાર કરવામાં આવશે. દરમિયાન શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ સભાગૃહ સમક્ષ એવી માંગણી કરી હતી કે ૩૦ વર્ષ બાદ મહાપાલિકા નવા કરમાળખાની અમલવાહી કરવા જઈ રહ્યું છે. કુલ ૪,૫૭,૦૦૦ મિલકતો નોંધાઈ છે. જેની સામે વાંધો રજુ કરવાની મુદત માત્ર ૧૫ દિવસ આપવામાં આવી છે જે ખુબ જ ઓછી હોય મારી એવી માંગણી છે કે વાંધા અરજી માટે ૬૦ દિવસની મુદત આપવામાં આવે જેનો સભા અધ્યક્ષ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે સ્વિકાર કર્યો હતો અને અધ્યક્ષ સ્થાનેથી એવી જાહેરાત કરી હતી કે નવા વર્ષનું વેરા બીલ મળ્યા બાદ કોઈપણ કરદાતા ૬૦ દિવસ સુધી તેની સામે વાંધા ઉઠાવી શકશે.

પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાએ વાંધા અરજી સ્વિકારવાની મુદત ૯૦ દિવસ રાખવાની માંગણી કરી હતી જોકે તેનો સ્વિકાર કરવામાં આવ્યો ન હતો. આજે બપોર બાદ કોર્પોરેશનની વેબસાઈટ પર નવા વર્ષના વેરા બીલ મુકી દેવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.