Abtak Media Google News

વિલ યોંગની ૧૩૦ રનની મદદથી ન્યુઝીલેન્ડનો ૭ વિકેટે વિજય: સ્ટીવ સ્મીથની ૮૯ રનની ઈનીંગ એળે ગઈ

વર્લ્ડકપ વોર્મઅપ મેચમાં ન્યુઝીલેન્ડે ઓસ્ટ્રેલીયાને ૭ વિકેટે વિજય અપાવ્યો હતો. વાત કરવામાં આવે તો ન્યુઝીલેન્ડના વિલ યોંગ દ્વારા ૧૩૦ રનની મદદથી ન્યુઝીલેન્ડે ઓસ્ટ્રેલીયાને વર્લ્ડકપ પ્રેકટીસ મેચમાં હરાવ્યું હતું. ઓસ્ટ્રેલીયાના સ્ટીવ સ્મીથે નાબાદ ૮૯ રન બનાવ્યા હતા.

વાત કરવામાં આવે તો ન્યુઝીલેન્ડ તરફથી વિલ યોંગે ૧૩૦ રન, જયોર્જ વોર્કર ૫૬ અને ટોમ લેથમ ૬૯ રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. વોર્મઅપ મેચમાં ન્યુઝીલેન્ડ ટીમમાં કેન વિલીયમસન, માર્ટીન ગપટીલ અને ટ્રેન્ટ બોલ્ટ જેવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું ન હતું. ઓસ્ટ્રેલીયા પોતાની ઈનીંગમાં ૨૭૭ રન કરી છ વિકેટ ગુમાવી હતી. ત્યારે ૨૭૮ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ન્યુઝીલેન્ડની ટીમ ૨૮૩ રન બનાવી ૩ વિકેટ ગુમાવતા મેચને પોતાના નામે કર્યો હતો.

ઓસ્ટ્રેલીયન પેસ બોલર મિચેલ સ્ટાર્ક પણ આ વોર્મઅપ મેચમાં રહ્યો હતો જેમાં તેને પોતાની સ્પેલની પાંચ ઓવરમાં ૧૪ રન આપી ૨ વિકેટો ઝડપી હતી. પ્રેકટીસ મેચમાં ઓસ્ટ્રેલીયાની સુકાની સ્ટીવ સ્મીથે ૮૯ રન નોંધાવ્યા હતા. જેમાં ૪ સિકસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વાત કરવામાં આવે સ્ટીવ સ્મીથની બોલ ટેમ્પરીંગ કેસમાં તેને ઓડીઆઈ માટે એક વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. સોર્ન માર્સ ૨૮ રને આઉટ થતા સ્ટીવ સ્મીથ મેદાને ઉતરી ૮૯ રન નાબાદ બનાવ્યા હતા. ઉસ્માન ખ્વાજા તથા ગ્લેન મેકસવેલે પણ ૫૬ અને ૫૨ રન નોંધાવી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.