Abtak Media Google News

ભગવાન પૃથ્વી પર ભક્તો માટે જ પધારે છે : પૂ. મહંતસ્વામી મહારાજ

૧૦૦ એકરની વિશાળ ભૂમિ પર રચાયુ હતુ સ્વામિનારાયણ નગર: ટીવી કલાકાર દિલીપ જોશી (જેઠાલાલ)સહિત ૧૫૦૦થી વધુ યજમાનોએ પૂજનનો લાભ લીધો

વિશાળ પ્રવેશદ્વાર, પ્રદર્શન ખંડ અને લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળી લોકો મંત્રમુગ્ધ થયા

ભગવાન સ્વામિનારાયણની દિવ્ય લીલાઓથી પાવન થયેલ ગઢપુરની પવિત્ર ભૂમી પર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. ભગવાન સ્વામિનારાયણે સ્વમુખે ઉદ્વોધેલ અમૃત વચનોનો આ વચનામૃત ગ્રંથ કે જે સંપૂર્ણ માનવજાત માટે આ લોક અને પરલોકની સર્વે સમસ્યાઓનું નિરાકરણ કરી જીવન ઉન્નત બનાવે છે. એવા આ ગ્રંથને ૨૦૦ વર્ષ પૂર્ણ થયે આ ઉત્સવની ઉજવણી થઇ રહી છે.

3.Banna For Site

આ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે અનેક આયોજન પરત્વે ઉત્સવના આ ચતુર્થ દિવસે સવારે ૯થી ૧૨ દરમિયાન વિશાળ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવ્ય મહાપૂજાનો લાભ લેવા પ્રખ્યાત ટીવી કલાકાર દિલીપભાઇ જોશી (જેઠાલાલ)તથા ઘણા મહાનુભાવો તેમજ ૧૫૦૦થી અધિક યજમાનો લાભ લઇ કૃતાર્થ થયા હતા.મહાપૂજામાં મહંત સ્વામી મહારાજના આશીર્વચન વરસાવતાં કહ્યું હતું કે, ‘ભગવાન પૃથ્વી પર પોતાના પ્રેમી ભક્તો માટે જ પધારે છે. માટે આપણે સર્વકર્તા હર્તા ભગવાન જ છે એવો દૃઢપણે વર્તતા શીખીએ.’

Img 20200309 Wa0030

આજની ચતુર્થ દિનની સાયંસભામાં ઉત્સવની ત્રિવેણી રચાઇ ગઇ. જેમાં પવિત્ર હોળીનો ભક્તિ ઉત્સવ તેમજ વચનામૃત ગ્રંથના જીવંત સ્વ‚પ એવા બી.એ.પી.એસ. સંસ્થાની ગુરુપરંપરાના દ્વિતીય આધ્યાત્મિક ગુરુ બ્રહ્મસ્વ‚પ ભગતજી મહારાજનો જન્મોત્સવનો લાભ લઇ સર્વે ભક્તો કૃતકૃત્ય થયા હતા.

સારંગપુર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા તીર્થ સંજયભાઇ પટેલ નામના વિદ્યાર્થીએ અનેરું સમર્પણ કર્યું છે. ફકત ૧૭ વર્ષની આયુ ધરાવતા અને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા આ કિશોરે એક માસ પૂર્વે ગઢડામાં આયોજિત સ્વામિનારાયણ ભાષ્યની મુખપાઠ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત થતાં તેને પિયા ૧૦,૦૦૦ રોકડનું માતબર ઇનામ પ્રાપ્ત થયું હતું.

આ મહોત્સવ વિશ્ર્વના અનેક દેશોમાં સર્જાયેલી કોરોના વાયરસની ગંભીર અને અનિશ્ચિત સમસ્યાને લક્ષમાં લઇને મોકૂક રાખી, ફકત સ્થાનિક વિસ્તારના ભક્તો ભાવિકોની ભાવપૂર્તિ માટે યોજાયો હતો જયારે લાખો ભક્તો-ભાવિકોએ લાઇવ વેબકાસ્ટ દ્વારા આ મહોત્સવ નિહાળ્યો હતા. સ્વામિનારાયણ નગર તા.૬ માર્ચથી તા.૯ માર્ચ સુધી દર્શન અર્થે ખુલ્લું મુકાયું હતું. આ નગરમાં વિશાળ વચનામૃત પ્રવેશદ્વાર, ૪-પ્રેદર્શન ખંડો, લાઇટ એન્ડ સાઉન્ડ શો, સંત ઝ‚ખા, થ્રીડી આર્ટ, અનોમોર્ફિક આર્ટ અને સચોટ અને શુભ સંદેશો આપતા સ્પોટ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.